તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી, જાણો કોને શું મળ્યું
મંત્રાલયોની પણ વિભાજન થાય તેવી શક્યતા:પીએમ સાઉથ બ્લોક પહોંચ્યા અને પીએમ પદનો ચાર્જ સંભાળ્યો.

નવી દિલ્હી : પીએમ આવાસ પર કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે. આજે જ તમામ મંત્રીઓને મંત્રાલયનો હવાલો મળી શકે છે. આ પહેલાર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રવિવારે સાંજે આયોજિત કાર્યક્રમમાં તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા..આવી સ્થિતિમાં મંત્રાલયોની પણ વિભાજન થાય તેવી શક્યતાઓ છે. તે પહેલા પીએમ સાઉથ બ્લોક પહોંચ્યા અને સતત પીએમ પદનો ચાર્જ સંભાળ્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે
કેબિનેટ બ્રીફિંગ થોડા સમયમાં થઈ શકે છે. જેમાં મોદી કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત થઈ શકે છે. આ સિવાય પોર્ટફોલિયોની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે
વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ પીએમ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. પીએમએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે. અમે ખેડૂતો અને ખેતીના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
રવિવારે સાંજે શપથ લેનારા 72 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભારી છે. ખાસ વાત એ છે કે આ વખતે મોદી સરકારમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગી એટલે કે એનડીએની પણ મોટી ભાગીદારી છે. તેમાં હિન્દુસ્તાની અવમ મોરચા, જનતા દળ યુનાઈટેડ, તેલુગુ દેશમ પાર્ટી અને અપના દળનો પણ સમાવેશ થાય છે
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
