તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ભારતમાં વધતી ગરમી એ ચિંતાનો વિષય: તમામ રેકોર્ડ તોડી નાખ્યા : ભવિષ્યની પેઢી માટે ખુબ ચિંતા વધી શકે
ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ગરમીથી લોકો પરેશાન :વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું:આવનારી પેઢીઓ માટે પણ સમસ્યાઓ સર્જાઈ શકે

નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યો હજુ પણ હીટવેવની ચપેટમાં છે, તાપમાન સતત વધી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, હવામાનમાં પણ સુધારો થયો છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી જશે. બદલાતા હવામાનથી ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધશે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ઈન્ડિયા મેટ્રોલોજીકલ વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, આ વર્ષે હીટવેવનો સૌથી લાંબો સમય જોવા મળ્યો છે, વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ સતત 24 દિવસ સુધી યથાવત રહી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે અને આ સ્થિતિને અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગરમીનું મોજુ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. મહાપાત્રાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, દેશની વસ્તી વધી રહી છે, તેમ વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ પણ વધ્યું છે, તેથી આપણા જીવનની સાથે-સાથે આવનારી પેઢીઓ માટે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે.
હવામાન વિભાગનું સ્પષ્ટ કહેવું છે કે, ઉત્તર ભારતમાં હજુ આગામી ત્રણ-ચાર દિવસમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે. કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં મે મહિનાની રેકોર્ડ ગરમી બાદ જૂનમાં પણ ગરમીનો સામનો કરવો પડશે
જો કે ઉત્તર ભારત માટે ગરમીની આગાહી કરવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્ર વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. વહીવટીતંત્ર દ્વારા ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
જો કે, એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં કરોડોની વસ્તીને કારણે શહેરમાં ગરમીના મોજાનો સામનો કરવાનું જોખમ ચાર ગણું વધી ગયું છે. તેમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે, હવે શહેરોએ આ ‘અર્બન હીટ’ સાથે જીવતા શીખવું પડશે અને તેના સતત ખતરાને સહન કરવું પડશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
