તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીએ મેચ જોવા માટે ટ્રેક્ટર વેચ્યું
ભારત સામે પાકિસ્તાન હારતા બિચારાનું દિલ તૂટી ગયું:આ ફેને પોતાનું ટ્રેક્ટર ૩૦૦૦ USD માં મેચ જોવા વેચી દીધું પરંતુ તે પાકિસ્તાનની જીતનો સાક્ષી બની શક્યો નહીં

ઈસ્લામાબાદ, તા.૧૦
ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે ફેન્સ આતુર રહેતા હોય છે, આ બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય મેચ થતી ન હોવાથી મોટી ટુર્નામેન્ટમાં જ્યાં બન્ને ટીમોની ટક્કર થવાની હોય ત્યાં ફેન્સ મેચ જોવા માટે ઉત્સુક રહેતા હોય છે. અમેરિકાના ન્યૂયોર્કમાં રવિવારે રમાયેલી મેચ જોવા માટે પણ મોટી સંખ્યામાં ભારતીય ફેન્સ પહોંચ્યા હતા, બીજી તરફ અમેરિકામાં રહેતા પાકિસ્તાની મૂળના લોકોની અને પાકિસ્તાનથી પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે ફેન્સ પહોંચ્યા હતા. આવામાં એક ફેન તો કે જેણે મેચ જોવા માટે ટ્રેક્ટર વેચ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. આ તમામ ફેન્સ બહુ જ નિરાશ છે. ભારતે પાકિસ્તાન સામે T20માં ૮માંથી ૭ મેચ જીતી લીધી છે, એક સમય એવો હતો કે જ્યારે ભારતીય ફેન્સ ૧૧૯ રનના ટાર્ગેટના કારણે નિરાશ થઈ ગયા હતા, પરંતુ બાબર આઝમની વિકેટ અને મેચ પાકિસ્તાનના પક્ષમાં જઈ રહી હતી ત્યારે જસપ્રીત બુમરાહે રિઝ્વાનની વિકેટ લઈને બાજી પલટી નાખી હતી. ભારતે પહેલા બેટિંગ કરીને ઓલઆઉટ થઈને ૧૯ ઓવરમાં ૧૧૯ રન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાન ૨૦ ઓવર સુધી ટકીને પણ ટાર્ગેટ સુધી પહોંચી શકી નહોતી. આવામાં જે પાકિસ્તાની ફેન્સ મેચ જોવા માટે પહોંચ્યા હતા તેમને હારથી ભારે આઘાત લાગ્યો છે. ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન સ્ટેડિયમ આખું 'સી ઓફ બ્લૂ' બન્યું હતું તેમ છતાં તેમાં બેઠેલા કેટલાક પાકિસ્તાની ફેન્સને વિશ્વાસ બેઠો હતો કે પોતાની ટીમ જીતશે પરંતુ તેવું થયું નહીં. પાકિસ્તાની ફેને ભારત સામેની હાર બાદ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન સ્ટેડિયમ આખું 'સી ઓફ બ્લૂ' બન્યું હતું તેમ છતાં તેમાં બેઠેલા કેટલાક પાકિસ્તાની ફેન્સને વિશ્વાસ બેઠો હતો કે પોતાની ટીમ જીતશે પરંતુ તેવું થયું નહીં. પાકિસ્તાનનો એક ફેન કે જેણે મેચ જોવા માટે પોતાનું ટ્રેક્ટર પણ વેચી દીધું હતું. આ ફેન પોતાનું ટ્રેક્ટર 3000 USD (લગભગ ૨૫ લાખ રૃપિયા)માં મેચ જોવા માટે વેચી દીધું હતું. પરંતુ તે પાકિસ્તાનની જીતનો સાક્ષી બની શક્યો નહીં.
આ ફેને કહ્યું છે કે, "મેં મેચની ટિકિટ ખરીદવા માટે મારું ટ્રેક્ટર ૩૦૦૦ USDમાં વેચી દીધું હતું. ભારતનો સ્કોર જોયા પછી એવું લાગતું નહોતું કે પાકિસ્તાન હારી જશે. એવું લાગતું હતું કે અમે સ્કોર કરી લઈશું. આખી ગેમ અમારા હાથમાં હતી અને બાબર આઝમ આઉટ થઈ ગયો, લોકોના દિલ તૂટી ગયા. હું તમને (ભારતીય ફેન્સ) બધાને શુભેચ્છા પાઠવું છું." પાકિસ્તાનમાં પણ ક્રિકેટના ફેન્સ ઘણાં નિરાશ છે તેઓ પાકિસ્તાનની ટીમને ઘણું ખરું ખોટું સંભળાવી રહ્યા છે. પાકિસ્તાનને લો સ્કોરમાં જીતવાનો મોકો હતો પરંતુ તેમ કરી શકી નહીં તેના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજો પણ ઘણાં નિરાશ થયા છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
