<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

NEET પ્રવેશ પરીક્ષા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ: પરીક્ષા રદ કરવાની માંગણી

ફરીથી પરીક્ષા લેવા માટે તેમજ સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરવાની માંગ

નવી દિલ્હી : NEET પ્રવેશ પરીક્ષા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં 5 મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ફરીથી પરીક્ષા લેવા માટે પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

(9:39 PM IST)