તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મોદી કેબિનેટમાં અમિતભાઈ શાહ, મનસુખભાઈ માંડવિયા અને સીઆર પાટીલને મળ્યા આ વિભાગો: જુઓ ગુજરાતના નેતાઓની યાદી
અમિતભાઇ શાહના પોર્ટફોલિયોમાં કોઈ ફેરફાર નહીં : માંડવીયાને શ્રમ ,રોજગાર અને રમતગમત મંત્રાલય :સી આર પાટીલને જળશક્તિ સોંપાયું : નિમુબેન બાંભણિયાને ગ્રાહક બાબતો, ખાદ્ય વિતરણમાં રાજ્યમંત્રી બનાવાયા

નવી દિલ્હી :નવી મોદી સરકારમાં મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. ટોચના પોર્ટફોલિયોમાં બહુ ફેરફાર થયો નથી. અમિતભાઈ શાહને ફરી એકવાર ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે મનસુખભાઈ માંડવિયાના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે
આ વખતે ગુજરાતના સાંસદોને ક્યા વિભાગો મળ્યા છે.એ જોઈએ તો અમિતભાઇ શાહને ફરી વખત ગૃહ અને સહકાર મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉની મોદી સરકારમાં પણ અમિતભાઈ શાહને ગૃહ અને સહકાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. ગૃહમંત્રી તરીકેના છેલ્લા કાર્યકાળમાં અમિતભાઈ શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં શાનદાર કામ કર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદીના નવા મંત્રીમંડળમાં મનસુખભાઈ માંડવિયાને શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ગત વખતે તેમની પાસે આરોગ્ય મંત્રાલયનો હવાલો હતો. હવે તેમના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. માંડવીયાએ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા હતા.
નવી મોદી સરકારમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે. તેમને જલ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગત વખતે આ મંત્રાલય જોધપુરના ભાજપના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત પાસે હતું. હવે તેમને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
નિમ્બુબેન બાંભણિયા આ સાથે જ ગુજરાતના ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાને પણ મંત્રીમંડળમાં તક મળી છે. તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
