તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
૧૮મી લોકસભાનું પ્રથમ સત્રઃ દસ વર્ષ બાદ સંસદમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ વધતુ જોવા મળશે
મોદીના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ વખત વિપક્ષને વિપક્ષના નેતાનું પદ મળશેઃ ભાજપ આ વખતે પણ સ્પીકર પદ જાળવી રાખશે

નવી દિલ્હી,તા. ૧૧: ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૧૮ જૂનથી શરૂ થશે. તેની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથ સાથે થશે. પ્રથમ બે દિવસે પ્રોટેમ સ્પીકર ૫૪૩ ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. જયારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી ૨૦ જૂને યોજાશે. બીજા દિવસે ૨૧ જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કરશે. જો કે હજુ સુધી આ સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
લગભગ દસ વર્ષની રાહ જોયા બાદ આ વખતે સંસદમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ વધતું જોવા મળશે. મોદીના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ વખત વિપક્ષને વિપક્ષના નેતાનું પદ મળશે. ભાજપ આ વખતે પણ સ્પીકર પદ જાળવી રાખશે. જોકે, ભાજપ ભૂતપૂર્વ સ્પીકર ઓમ બિરલા પર વિશ્વાસ જમાવશે કે નવો ચહેરો રજૂ કરશે તે જાણવામાં રસ છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સુમિત્રા મહાજનને તક મળી હતી અને બીજી ટર્મમાં ઓમ બિરલાને તક મળી હતી. મહાજને ૨૦૧૯ની ચૂંટણી લડી ન હતી, જયારે બિરલા રાજસ્થાનની કોટા બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.
ડેપ્યુટી સ્પીકરનું પદ પુનઃસ્થાપિત થશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે ભાજપ આ પદ તેના કોઈ સહયોગી પક્ષને આપી શકે છે. પહેલા કાર્યકાળમાં પાર્ટીએ આ પદ તેના સહયોગી AIADMKને આપ્યું હતું.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
