News of Tuesday, 11th June 2024
વંદે ભારતની હાલત પેસેન્જર ટ્રેન કરતા પણ ખરાબ : ભરચક ભીડ જોઈને લોકો માથું ખંજવારવા લાગ્યા : જુઓ વિડિઓ
સોશિયલ મીડિયા પર વંદે ભારતનો એક વીડિયો વાઈરલ થયો જેમાં મુસાફરો જાણે કોઈ પેસેન્જર ટ્રેન હોય તેમ ચઢી નજરે પડ્યા :લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

Now Premium Vande Bharat is also facing the same fate as other trains.
— Gems (@gemsofbabus_) June 9, 2024
We do not need a puppet Railway Minister, we need a new Railways which is at least accountable. pic.twitter.com/1V5NwiavQI
નવી દિલ્હી : વંદે ભારત પ્રીમિયમ ટ્રેન કહેવાય છે. આ ટ્રેન દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન પણ છે. આ ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો રેલવે મંત્રાલયની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે. વીડિયોમાં વંદે ભારત ટ્રેનમાં પેસેન્જર ટ્રેનની ભરચક ભીડ દેખાઈ રહી છે. મુસાફરો ટ્રેનના કોરિડોરમાં ઉભા જોવા મળે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દેહરાદૂન અને લખનૌ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનનો છે. જો કે વંદે ભારતમાં સીટ કન્ફર્મ કર્યા વિના મુસાફરી કરવા પર પ્રતિબંધ છે, પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભીડ ટ્રેનના કોચમાં ઘૂસી ગઈ છે. વીડિયો શેર કરીને કહેવામાં આવ્યું છે કે હવે પ્રીમિયમ વંદે ભારત પણ અન્ય ટ્રેનોની જેમ જ ભાગ્ય મેળવી રહ્યું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનમાં વધુ મુસાફરો ચડ્યા છે, સ્થિતિ એવી છે કે ટ્રેનના કોરિડોરમાંથી પસાર થવું પણ મુશ્કેલ છે. એક મુસાફરે તેનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હવે આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો તરફથી વિવિધ પ્રકારની કોમેન્ટ આવી રહી છે. એકે લખ્યું કે તમામ રેલવે સ્ટેશનો પર મેટ્રો સિસ્ટમ લાગુ કરવી જોઈએ. જો તમારી પાસે ટિકિટ ન હોય તો તમે પ્લેટફોર્મ પર પણ જઈ શકતા નથી. એકે લખ્યું કે આ ગરીબોની ટ્રેન નથી, આ ટ્રેન અમીરો માટે છે. હવે એમાં કોઈ બિચારો ચડી જાય તો એનો વાંક હશે ને?
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ મામલે આપણે ચીનને ફોલો કરવું જોઈએ જેમાં ટિકિટ વગર સ્ટેશન પર એન્ટ્રી ન મળે. એકે લખ્યું કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને ટ્રેનમાં મુસાફરી કરવા માટે જગ્યા ન મળે તો તે ચોક્કસપણે કોઈપણ ટ્રેનમાં પ્રવેશ કરશે. બીજાએ લખ્યું કે દેશમાં અમીરો માટે કેટલી ટ્રેનો દોડાવવામાં આવી, ગરીબો માટે કેટલી ટ્રેન દોડાવી, ભાઈ?
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
