તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
રસ્તાઓ પર નમાઝ નહીં થાય, કુરબાની માત્ર નિયુક્ત સ્થળોએ જ થશે:યુપીમાં બકરી ઈદ ને લઈને સૂચના જારી
પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાન પર પણ નજર રખાશે :લઘુમતી આયોગે આ માટે સૂચનાઓ જારી કરી

ઉત્તર પ્રદેશમાં આ વખતે બકરીદના દિવસે રસ્તાઓ પર નમાઝ પઢી શકાશે નહીં અને નમાઝ માત્ર નિર્ધારિત સ્થળોએ જ આપી શકાશે. આ સાથે પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાન પર પણ નજર રાખવામાં આવશે. લઘુમતી આયોગે આ માટે સૂચનાઓ જારી કરી છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં 17 તારીખે બકરીદનો તહેવાર છે, જેને લઈને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રસ્તા પર કોઈ પણ પ્રકારની નમાઝ અદા કરવામાં આવશે નહીં. આ સાથે જ પશુઓની બલિ પણ નિર્ધારિત જગ્યાએ જ થશે. આ માટે રાજ્ય લઘુમતી આયોગના અધ્યક્ષ અશફાક સૈફીએ જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગ અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને પત્ર લખ્યો છે.
યુપી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અશફાક સૈફીના જણાવ્યા અનુસાર, આ વખતે નમાજ માટે રસ્તાઓ પર જગ્યા નહીં હોય. મસ્જિદોમાં અલગ-અલગ શિફ્ટમાં નમાઝ પઢવામાં આવશે અને તેની સાથે પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે તે સુનિશ્ચિત કરે કે કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. આ સાથે પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાન પર કડક દેખરેખ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે અને જે સ્થળોએ બલિ ચઢાવવાની છે તે અંગે પણ આદેશ આપવામાં આવ્યા છે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
