News of Tuesday, 11th June 2024
પ્રોફાઇલ-લોકેશન-ફોન નંબર સહિત એક લાખ ફેસબુક યુઝર્સના ડેટા લીક
સાયબર સુરક્ષા સંશોધકોએ હુમલાનો ભય વ્યક્ત કર્યો

નવી દિલ્હી તા. ૧૧ : સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે દાવો કર્યો છે કે લગભગ એક લાખ ફેસબુક યુઝર્સનો પર્સનલ ડેટા લીક થયો છે. જેમાં નામ, પ્રોફાઇલ, ઈ-મેલ, ફોન નંબર અને લોકેશનનો સમાવેશ થાય છે. નવી દિલ્હી સ્થિત નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સાયબરપીસનો આરોપ છે કે ફેસબુક (મેટા)ના લગભગ એક લાખ યુઝર્સની અંગત વિગતો ડેટા બ્રીચ ફોરમ નથી. તે દાવો કરી રહી છે કે યુઝર્સના ડેટાની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.
સંશોધકોનું કહેવું છે કે યુઝર્સના અંગત ડેટા લીક થવાની ઘટનાને લઈને સંસ્થાઓએ સતર્ક રહેવું જોઈએ. વપરાશકર્તાના ડેટાને સુરક્ષિત રાખવા અને લોકોનો વિશ્વાસ જાળવવા માટે સાયબર સુરક્ષા પગલાંને વધુ મજબૂત બનાવવાની જરૂર છે
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
