તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
દ્વારકા જીલ્લામાંથી ફરી ૧૧ કરોડનું ચરસ ઝડપાયું
થોડા દિવસ પહેલા રૂપેણ બંદર-વરવાળા પાસેથી જથ્થો મળ્યા બાદ આજે મોજપ ગામ પાસેથી ર૧ કિલોના ર૦ પેકેટ બિનવારસુ હાલતમાં જપ્ત કરાયાઃ દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની આગેવાનીમાં કાર્યવાહી

ખંભાળીયાઃ તસ્વીરમાં પોલીસે જપ્ત કરેલ ચરસનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા) (૪.૨૪)
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧: દેવભુમી દ્વારકા જીલ્લામાંથી ૧૧ કરોડનું ચરસ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસોમાં આ બીજી વખત મોટો જથ્થો ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહીતી મુજબ દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેષ પાંડેની આગેવાનીમાં ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન દેવભુમી દ્વારકા જીલ્લાના મોજપ ગામ આસપાસ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે મોજપ ગામ નજીકથી રૂા.૧૧ કરોડના ર૧ કિલોના ર૦ પેકેટ ચરસના બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા.જેથી પોલીસે ચરસનો જથ્થો કબ્જે કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ આરોપીઓ મળી આવ્યા ન હતા. ત્યાર બાદ પોલીસે ૧૧ કરોડનો ચરસનો જથ્થો જપ્ત કરીને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દીક પ્રજાપતિ, ડીવાયએસપી સાગર રાઠોડ તથા એલસીબી પીઆઇ કે.કે.ગોહેલ, એસઓજી ઇન્ચાર્જ પીઆઇ સીંગરખીયા, દ્વારકા પોલીસની ટીમ સહીતના સ્ટાફે ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરીને પાર પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બે-ત્રણ દિ' પુર્વે દરીયા કિનારેથી ૧૬ કરોડનું ૩ર કિલો ચરસ પકડાયેલ ફરી પકડાતા જીલ્લા પો.વડા નિતેશ પાંડે દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
