તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
કોંગ્રેસનો ધડાકો : શિંદે અને અજીત પવારના ૪૦ MLA અમારા સંપર્કમાં
મહારાષ્ટ્રમાં રાજકીય ધડાકા-ભડાકાના એંધાણ

મુંબઇ, તા.૧૧: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ પરિણામો બાદ એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીના તમામ ધારાસભ્યો તૂટી શકે છે. દરમિયાન, વિધાનસભામાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો છે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના ૪૦ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે આ ધારાસભ્યો ઘરે પરત ફરવા માંગે છે. વડેટ્ટીવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામો જણાવી રહ્યા છે કે પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. તેથી જ વિધાનસભ્યો પણ પવનની દિશા જાણીને પાટલી બદલવા માંગે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ચૂંટણી પરિણામોની અસર વિધાનસભા ચૂંટણી પર પણ જોવા મળશે. તેમણે કહ્યું, ઁઅમને વિશ્વાસ છે કે રાજ્યમાં શરદ પવારની એનસીપી, ઉદ્ધવની શિવસેના અને કોંગ્રેસની સરકારો પરત આવશે. છે. જ્યારે મહાયુતિ માત્ર ૧૩૦ સીટો પર જ લીડ મેળવી શકી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટો છે. લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની આશાઓ વધી ગઈ છે.
વિજય વડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીથી અલગ થયેલા ૪૦ ધારાસભ્યોને લાગે છે કે હવે મહાવિકાસ અઘાડી સત્તામાં આવશે. તેથી આ લોકો તેમના મૂળ પક્ષોમાં પાછા ફરવા માંગે છે. આ ધારાસભ્યો આ માટે વિનંતી કરી રહ્યા છે. શરદ પવારની એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પણ કહ્યું છે કે કેટલાક ધારાસભ્યો સંપર્કમાં છે. એટલું જ નહીં, સૂત્રોનું કહેવું છે કે આવા કેટલાક ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણીમાં પણ મદદ કરી હતી. અજિત પવાર જૂથના ધારાસભ્યને ટાંકીને, એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અમે કેન્દ્રીય એજન્સીઓથી પોતાને બચાવવા માટે અહીં છીએ. ભાજપ હવે ૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ શક્તિશાળી નથી. જો JDU અને TDP અલગ રસ્તો પસંદ કરશે તો આ સરકાર પણ પડી શકે છે.
તમને જણાવી દઈએ કે સોમવારે NCPના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે ખુદ અજિત પવારે શરદ પવારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શરદ પવારે ૨૫ વર્ષ પહેલા આ પાર્ટીની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે શરદ પવાર હજુ પણ NCPના નેતા અને માર્ગદર્શક છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
