તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
પાંચ મહિનાના બાળકને હોસ્પિટલ લઇ જતી એમ્બ્યુલન્સના ડ્રાઇવર પર હુમલો

બેંગ્લુરૂઃ ગત રવિવારે રાત્રે બેંગ્લુરૂમાં એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો. બેંગ્લોરના તુમાકુરૂની એક ખાનગી હોસ્પિટલથી એક ગંભીર રીતે બિમાર અને ઓકસીજન પર રાખેલ એક પાંચ મહિના બાળકને આ એમ્બ્યુલન્સ વાણી વિલાસ હોસ્પિટલ લઇજઇ રહી હતી. આ હુમલો નેલામંગલા ટોલપ્લાઝા પાસે થયો હતો.
કથિત રીતે પીધેલા ચાર શખ્સો એક કારમાં જઇ રહયા હતા અને તેમણે એમ્બ્યુલન્સનો પીછો કર્યા પછી આ ઘટના બની હતી. એ લોકો એમ્બ્યુલન્સની ઝડપના કારણે ગુસ્સે ભરાયા હતા અને તેમણે પાંચ થી છ કિલોમીટર સુધી પીછો કરીને ટોલ પ્લાઝા પાસે એમ્બ્યુલન્સને રોકી હતી.
ગંભીર મેડીકલ ઇમર્જન્સી છતા હુમલાખોરોએ કોઇ દયા નહોતી દાખવી. ટોલપ્લાઝા ખાતેના પોલીસ અધિકારીઓની સામે જ તેમણે એમ્બ્યુલન્સના ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વિડીયોમાં દેખાય છે કે કેટલા કશખ્સો ડ્રાઇવર પર બારીમાંથી હુમલો કરી રહયા છે અને તેને બહાર નીકળવાનું કહી રહયા છે. હુમલાખોરોએ બાળકના માતા-પિતાની વિનંતીને પણ અવગણી હતી જેઓ હાથ જોડીને તેમને એમ્બ્યુલન્સને જવા દેવાનું કહી રહયા હતા.
એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પછી આરોપ મુકયો હતો કે હુમલાખોરો નશામાં હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. પોલીસે પછી દરમ્યાન ગીરી કરીને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી હતી.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
