<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

તમામ ધર્મોનું સમ્‍માન જરૂરી : લોકતંત્રમાં ચુંટણી અનિવાર્ય પ્રક્રીયાઃ મોહન ભાગવત

નાગપુરમાં સંઘના દ્વિતીય સમાપન સમારોહને સંઘ વડાનું સંબોધન

નાગપુરઃ તા. ૧૧: કેન્‍દ્રમાં મોદી સરકારે રવિવારે શપથ ગ્રહણ કર્યા બાદ ગઇકાલે સંઘ પ્રમુખ ભાગવતજીએ તમામ ધર્મોને લઇને મોટું નિવેદન આપ્‍યું હતું. તેમણે જણાવેલ કે તમામ ધર્મોનું સન્‍માન કરવું જોઇએ. તમામની પૂજાનું સમ્‍માન કરવાનું છે અને તે માનીને ચાલવાનું છે કે આપણી જેમ  તેમનો ધર્મ પણ સાચો છે.

નાગપુરમાં સંઘના ધ્‍વીતીય સમાપન સમારોહને સંબોધન દરમિયાન ભાગવતજીએ ઉપરોકત વાત જણાવી હતી.જેમા બે પક્ષ હોવાથી પ્રતિર્સ્‍પધા થાય છે. આ એક પ્રતિર્સ્‍પધા હોવાથી પોતાને આગળ વધારવાનો પ્રયાસ કરાય છે.

પણ તેમાં એક ગરીમાં હોય છે. જુઠાણાનો ઉપયોગ ન કરવો જોઇએ. સંસદમાં જવા અને દેશ ચલાવવા માટે લોકોને ચુંટવામાં આવે છે. એક-બીજાની જે રીતે આલોચના કરવામાં આવી જે રીતે અભિયાન ચલાવાથી સમાજમાં મતભેદ ઉભા થશે અને વિભાજન થશે. જેના પર કોઇ કારણ વિના ધસેટવામાં આવેલ. 

(4:57 PM IST)