News of Tuesday, 11th June 2024
રાહુલ ગાંધીએ કહ્યું : જો પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડયા હોત તો વડાપ્રધાન મોદી હારી ગયા હોત ! જુઓ વિડિઓ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલીમાં કાર્યકર્તાઓની પ્રશંસા સમારોહમાં કહ્યું કે તેઓ અમેઠી અને રાયબરેલીના લોકોનો હૃદયપૂર્વક આભાર માને છે.

#WATCH रायबरेली, उत्तर प्रदेश: कांग्रेस सांसद राहुल गांधी ने धन्यवाद यात्रा को संबोधित करते हुए कहा, "(भाजपा)अयोध्या की सीट हार गए। राम मंदिर बनाया, जिसकी प्राण-प्रतिष्ठा में एक गरीब आदमी आपने नहीं देखा होगा... जवाब अयोध्या की जनता ने भी दिया है। न केवल अयोध्या, वाराणसी में भी… pic.twitter.com/bxxB3ZYoit
— ANI_HindiNews (@AHindinews) June 11, 2024
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન બાદ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલીમાં કાર્યકર્તાઓની પ્રશંસા સમારોહમાં કહ્યું કે તેઓ અમેઠી અને રાયબરેલીના લોકોનો હૃદયપૂર્વક આભાર માને છે
યુપી લોકસભા ચૂંટણીના પરિણામોના આધારે રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેઓ (ભાજપ) અયોધ્યા બેઠક પણ હારી ગયા છે. અયોધ્યામાં જ નહીં વારાણસીમાં પણ તેઓ પોતાને માંડ માંડ બચાવીને બહાર આવ્યા હતા. તેમણે કહ્યું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડ્યા હોત તો વડાપ્રધાન મોદી 2 થી 3 લાખ મતોથી હારી ગયા હોત.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું મારા કાર્યકરોનો આભાર માનું છું કે તમે ખૂબ મહેનત કરી અને તેના કારણે કોંગ્રેસ પાર્ટી જીતી. તેમણે કહ્યું, "કોંગ્રેસ પાર્ટી રાયબરેલી, અમેઠી, ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં એક થઈને લડી હતી. હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે તેમના અને અમારા કાર્યકર્તાઓ સાથે મળીને લડ્યા હતા. મેં પહેલીવાર જોયું કે ઇન્ડિયા એલાયસના દરેક પાર્ટીના કાર્યકરો સાથે છે.
તેમણે કહ્યું, “પહેલાં ગઠબંધન હતું, પરંતુ ફરિયાદો હતી. આ વખતે બધાએ સાથે મળીને લડ્યા. તમિલનાડુ, રાજસ્થાન, મણિપુર, તેલંગાણા સહિત દરેક રાજ્યમાં સૌ એક થઈ ગયા. તેનું કારણ એ છે કે બધા સમજી ગયા કે મોદી અને શાહ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી નફરતની રાજનીતિ કરી રહ્યા છે અને ઉત્તર પ્રદેશના લોકોએ નફરત અને હિંસા વિરુદ્ધ મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે તમે બધાએ એવું ન વિચારવું જોઈએ કે અમારું કામ પૂરું થઈ ગયું છે, અમારું કામ શરૂ થયું છે.
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશે સંદેશ આપ્યો છે કે અમને દેશ અને રાજ્યમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જોઈએ છે. તેમણે કહ્યું કે ભારતની જનતાએ પીએમ મોદીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે વિપક્ષમાં બેઠા હોવા છતાં અગ્નિવીર યોજનાને રોકવાનો અમારા પ્રયાસ રહેશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
