તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
PAYTMએ ૩,૫૦૦ કર્મચારીઓની છટણી કરતા , સંખ્યા ઘટીને ૩૬,૫૨૧ થઈ
PAYTMએ ૩,૫૦૦ કર્મચારીઓને છૂટા કર્યાઃઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૃપિયો ૮૩.૪૮ પર ખુલ્યો હતો

નવી દિલ્હી,તા.૧૧
વૈશ્વિક બજારમાં આવેલા ઉતાર - ચઢાવને પગલે ડોલર સામે રૃપિયો ૧૦ પૈસા નબળો પડ્યો હતો અને સોમવારે ૮૩.૫૦ પર બંધ થયો હતો. ભારતના ચલણ આવેલી આ નબળાઈ માટે સ્થાનિક શેરબજારો જવાબદાર ગણવામાં આવે છે તેની સાથે અમેરિકન કરન્સી મજબૂત થવાને કારણે પણ રૃપિયામાં ઘટાડો થયો હતો.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૃપિયો ૮૩.૪૮ પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં તે ૮૩.૪૦ પર બંધ રહ્યો હતો.Paytm ની માલિકીની કંપની One97 Communications એ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં લગભગ ૩,૫૦૦ કર્મચારીઓની છટણી કરી છે. વેચાણ વિભાગમાં આ છટણી કરવામાં આવી છે. આ સાથે પેટીએમ કર્મચારીઓની સંખ્યા ઘટીને ૩૬,૫૨૧ થઈ ગઈ છે.
કંપનીએ કહ્યું કે, તે કર્મચારીઓના સરળ ટ્રાન્સફર માટે આઉટપ્લેસમેન્ટ સહાય પૂરી પાડી રહી છે. ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની ખોટ વધીને ૫૫૦ કરોડ રૃપિયા થઈ ગઈ છે. ડોલર સામે રૃપિયો ૧૦ પૈસા નબળો પડ્યો હતો અને સોમવારે ૮૩.૫૦ પર બંધ થયો હતો. સ્થાનિક શેરબજારોમાં નબળાઈ અને અમેરિકન કરન્સી મજબૂત થવાને કારણે રૃપિયામાં ઘટાડો થયો હતો.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૃપિયો ૮૩.૪૮ પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં તે ૮૩.૪૦ પર બંધ રહ્યો હતો.દેવાથી ડૂબેલા જયપ્રકાશ એસોસિએટ્સના સસ્પેન્ડેડ બોર્ડે એપેલેટ ટ્રિબ્યુનલ NCLATમાં NCLTના ગયા સપ્તાહના આદેશને પડકાર્યો છે. NCLTએ કંપની સામે નાદારીની કાર્યવાહી શરૃ કરવાનો નિર્દેશ આપ્યો હતો
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
