<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

પંજાબ-દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ AAP-કોંગ્રેસ અલગ થયા: હુડ્ડાએ કહ્યું વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય

પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણી અમે એકલા હાથે લડીશું.

નવી દિલ્હી : પંજાબ અને દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) અલગ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાનું કહેવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં થાય

  હુડ્ડાએ કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણી અમે એકલા હાથે લડીશું. હરિયાણાના બે મંત્રીઓ મનોહર લાલ ખટ્ટરને મોદી કેબિનેટમાં સામેલ કરવા પર તેમણે કહ્યું કે કેબિનેટ મંત્રી તરીકે તેઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા AAPના હરિયાણા યુનિટના ઉપાધ્યક્ષ અનુરાગ ધાંડાએ પણ કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ સાથે અમારું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 સીટો પર ચૂંટણી લડશે.

 દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી કોઈપણ ગઠબંધન વગર એકલા જ વિધાનસભા ચૂંટણી લડશે. AAPએ 6 જૂને તેની પુષ્ટિ કરી હતી. દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે પાર્ટીનું ગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે અને તે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નહીં થાય. દિલ્હીમાં 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ગુરુવારે દિલ્હીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્ટી ધારાસભ્યો સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

(7:46 PM IST)