તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ઓડિશાના નવા સીએમ મોહન ચરણ માઝી કેટલી સંપત્તિના માલિક ?: જાણો માંઝીની સંપૂર્ણ વિગતો
તેઓ 1997 થી 2000 સુધી સરપંચ રહ્યા, 2000માં તેઓ પ્રથમ વખત કેઓંઝરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા:તેઓ સતત ચાર વખત ધારાસભ્ય રહ્યા:માઝી રાજ્યમાં ભાજપના આદિવાસી નેતાઓમાંથી એક :આ ચૂંટણીમાં 11577 મતથી જીત્યા

નવી દિલ્હી :ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝી હશે. રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહેલી ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય દળની બેઠક બાદ માઝીના નામની જાહેરાત કરી હતી.
આ સાથે ભાજપે રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ બે ઉપમુખ્યમંત્રીઓમાં કનકવર્ધન સિંહદેવ અને પ્રભાતિ પરિદાના નામ સામેલ છે
.ભારતીય જનતા પાર્ટીના નેતા મોહન ચરણ માઝી ઓડિશાની કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બીજુ જનતા દળના તેના નજીકના હરીફ મીના માઝીને 11577 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી છે.
મોહન ચરણ માઝીને કુલ 87815 મત મળ્યા. જ્યારે મીન માઝીને 76238 મત મળ્યા હતા. આ સીટ પર NOTA પર 3120 વોટ પડ્યા હતા
. મોહન ચરણ માઝીનો જન્મ 6 જાન્યુઆરી 1972ના રોજ કેઓંઝર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાયકાલામાં થયો હતો. તેમની શૈક્ષણિક લાયકાત બેચલર ઓફ આર્ટસ છે. તેઓ 2000, 2004, 2019 અને 2024માં બીજેપીની ટિકિટ પર કિયોંઝર સીટથી જીત્યા છે. તેઓ 28 ફેબ્રુઆરી 2005 થી 9 માર્ચ 2009 સુધી વિરોધ પક્ષના ડેપ્યુટી ચીફ વ્હીપ હતા.
ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની કુલ સંપત્તિ 1.97 કરોડ રૂપિયા છે અને તેમની પાસે 95 લાખ રૂપિયાથી વધુની લોન છે.
માઝી પાસે 25 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર કાર પણ છે. તેની પાસે 1.20 લાખની કિંમતનું 20 ગ્રામ સોનું પણ છે. માઝી પાસે ખેતીની જમીન છે, જેની કિંમત 19 લાખ રૂપિયાથી વધુ છે
માઝીએ 1997માં રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ 1997 થી 2000 સુધી સરપંચ હતા. આ પછી, 2000 માં તેઓ પ્રથમ વખત કેઓંઝરથી ધારાસભ્ય ચૂંટાયા. તેઓ સતત ચાર વખત ધારાસભ્ય રહ્યા છે. માઝી રાજ્યમાં ભાજપના આદિવાસી નેતાઓમાંથી એક છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
