તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નવા સેના પ્રમુખ : 30 જૂને મનોજ પાંડેની જગ્યાએ સ્થાન લેશે
આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો

નવી દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. તેઓ 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
અગાઉ દ્વિવેદી 2022-2024 સુધી નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.
ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી રહી ચુક્યા છે
39 વર્ષથી વધુની તેમની કારકિર્દી દરમિયાન, તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેણે કાશ્મીર ખીણ તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી. તેઓ ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં આસામ રાઈફલ્સના સેક્ટર કમાન્ડર અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે.
ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદો પર રાઇઝિંગ સ્ટાર કોર્પ્સની કમાન પણ સંભાળી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર પડકારજનક વાતાવરણમાં ઉત્તરી સેનાની કમાન સંભાળી. આ સમયગાળા દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા ઉપરાંત, તેમણે ઉત્તર અને પશ્ચિમ સરહદો પર વ્યૂહાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ દરમિયાન તેઓ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથે વાતચીતમાં પણ સામેલ હતા. ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકીકરણમાં પણ યોગદાન આપ્યું.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
