News of Wednesday, 12th June 2024
યુપીના 9 ધારાસભ્યો વિધાનસભામાંથી રાજીનામું આપશે :હવે સંસદમાં બતાવશે તાકાત, જુઓ સંપૂર્ણ યાદી
ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો અને એક વિધાન પરિષદની બેઠક ખાલી પડશે : આગામી છ મહિનામાં પેટાચૂંટણી યોજાશે

નવી દિલ્હી : નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે 71 મંત્રીઓ સાથે શપથ લીધા હતા અને સોમવારે તમામ મંત્રીઓના મંત્રાલયો વિભાજિત કરવામાં આવ્યા હતા. જે બાદ સરકારે પોતાનું કામ શરૂ કરી દીધું છે
. આ સાથે ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો અને એક વિધાન પરિષદની બેઠક ખાલી પડી છે. જેના પર સૌની નજર ટકેલી છે. આ ખાલી પડેલી બેઠકો પર આગામી 6 મહિનામાં પેટાચૂંટણી યોજાવાની છે.
આ તમામ ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જે બાદ આ સાંસદોએ ધારાસભ્ય પદ છોડવું પડશે. જેમાં સપાના 4, બીજેપીના 3, આરએલડીના એક અને નિષાદ પાર્ટીના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. PWD મંત્રી જિતિન પરિષદ યોગી સરકારમાં વિધાન પરિષદના સભ્ય છે.
પરંતુ આ વખતે તેઓ પીલીભીતથી લોકસભા ચૂંટણી લડ્યા અને અહીંથી જીત્યા. તેમણે અહીંથી ભાગવત સરન ગંગવારને 1.64 લાખથી વધુ મતોથી હરાવ્યા. વરુણ ગાંધીની જગ્યાએ જિતિન પ્રસાદને ટિકિટ આપવામાં આવી હતી.
જિતિન પ્રસાદે ચૂંટણી જીત્યા બાદ વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમને મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ વખતે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ બંને સંસદમાં જોવા મળશે. અખિલેશ કન્નૌજથી અને ડિમ્પલ યાદવે મૈનપુરીથી ચૂંટણી લડી હતી. બંને ચૂંટણી જીત્યા છે. યુપીના 9 ધારાસભ્યો તેમની વિધાનસભામાંથી રાજીનામું આપશે.
અખિલેશ યાદવ (મૈનપુરની કરહાલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય) અવધેશ પ્રસાદ (ફૈઝાબાદની મિલ્કીપુર વિધાનસભા બેઠક) લાલજી વર્મા (આંબેડકર નગરની કટેહારી વિધાનસભા બેઠક) ઝિયા ઉર રહેમાન બર્ક (મુરાદાબાદની કુંડારકી વિધાનસભા બેઠક) અનુપ વાલ્મિકી પ્રધાન (અલીગઢની ખેર વિધાનસભા બેઠક) અતુલ ગર્ગ (ગાઝિયાબાદ વિધાનસભા બેઠક) પ્રવીણ પટેલ (ફુલપુર વિધાનસભા બેઠક) ચંદન ચૌહાણ (મીરાપુર વિધાનસભા બેઠક) વિનોદ કુમાર બિંદ (મિર્ઝાપુર જિલ્લાની માઝવા વિધાનસભા બેઠક)
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
