તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
યમનના દરિયાકાંઠે પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી,૪૯ના મોતઃ ૧૪૦ લોકો ગુમ
અદન પાસેના બીચ પર એક મોટી દુર્ઘટના ઘટીઃઆ તમામ માઈગ્રન્ટ્સ હોર્ન ઓફ આફ્રિકાથી આવી રહ્યા હતા સ્થાનિક અધિકારીઓ અને લોકોએ આ અંગે માહિતી આપી છે

યમન, તા.૧૧
યમનના અદન પાસેના બીચ પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી જવાથી ઓછામાં ઓછા ૪૯ લોકોના મોત થયા છે જ્યારે ૧૪૦ લોકો લાપતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ માઈગ્રન્ટ્સ હોર્ન ઓફ આફ્રિકાથી આવી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓ અને લોકોએ આ અંગે માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ૧૦ જૂનના રોજ બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પરપ્રાંતીયોથી ભરેલી બોટ અદનની પૂર્વમાં આવેલા શબવા પ્રાંતના કિનારે પહોંચતા પહેલા જ ડૂબી ગઈ હતી. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. આ ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્રને જાણ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ગયા વર્ષે હોર્ન ઑફ આફ્રિકાથી ૯૭,૦૦૦ સ્થળાંતર કરનારા યમન પહોંચ્યા હતા.તમને જણાવી દઈએ કે દર વર્ષે હજારો આફ્રિકન માઈગ્રન્ટ્સ સાઉદી અરેબિયા પહોંચવા માટે ઈસ્ટર્ન રુટ દ્વારા યમનથી લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેમને કુદરતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સારી આર્થિક તકો શોધવાનો આ પ્રયાસ તેમના જીવન માટે ખતરો બની જાય છે. આ સમયગાળા દરમિયાન ભૂખમરો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
