તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
હવે ગાડીનો વીમો નહીં હોય તો જેલમાં જવું પડશે
વાહનચાલકો માટે મોટા સમાચાર : થર્ડ પાર્ટી વીમો ન હોવો હવે એક દંડનીય અપરાધ

નવી દિલ્હી તા. ૧૨ : રસ્તા પર થતાં અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે. થર્ડ પાર્ટી વીમો ન હોવો હવે એક દંડનીય અપરાધ બની ગયું છે. ગાડીનો ઈશ્યોરન્સ લેવામાં લાપરવાહી કરવા પર હવે આપને જેલ પણ થઈ શકે છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાયદેસર મોટર થર્ડ પાર્ટી વીમા વિના મોટર વાહન ચલાવવી એક દંડનીય અપરાધ છે. મોટર વ્હીકલ એક્ટ, ૧૯૯ની ધારા ૧૪૬ અંતર્ગત, ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ, જેથી ત્રીજા પક્ષના જોખમને કવર કરી શકાય.
થર્ડ પાર્ટી વીમો હવે કાનૂની જરૂરિયાત હોવાની સાથે સાથે આપને એક જવાબદાર સડક ઉપયોગકર્તા હોવાનું સાબિત કરે છે. તેની મદદથી દુર્ઘટનાઓ અને નુકસાનના મામલામાં પીડિતોને મદદ આપી શકાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હવે થર્ડ પાર્ટી વીમા વિના ખુદ વાહન ચલાવવું અથવા ચલાવવાની પરવાનગી આપવી તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આવા લોકોને કાનૂના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. નવા નિયમ અનુસાર, પહેલી વાર અપરાધ થવા પર ૩ મહિનાની જેલ અને ૨૦૦૦ રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર આપને ૩ મહિનાની જેલ અને ૪૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.
તેથી જો આપની ગાડીનો ઈંશ્યોરન્સ પણ ખતમ થઈ ચુક્યું છે અથવા થવાનું છે, તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો. નહીંતર આ ભૂલ ભારે પડી શકે છે. આ નિયમને લાગૂ કરવાની જવાબદારી સક્ષમ અધિકારીઓ પર નાખવામાં આવી છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
