તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ઘૂંટીમાંથી કપાયેલ પગ ફરી જોડાયો : ડો. ભાવેશ સચદે ટીમની અકલ્પનીય સિધ્ધિ
સોન દેવ નામના યુવકનો કંપનીમાં કામ કરતી વખતે વાયરમાં પગ ફસાતા પગ એડી પાસેથી કપાઇ ગયો હતો : શિવ હોસ્પિટલમાં દર્દીનું બે ટીમો દ્વારા ઓપરેશન : ૧૦ કલાકની મહેનત બાદ દર્દીના ઘૂંટીનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ : શિવ હોસ્પિટલમાં અદ્યતન મશીનો, કલાસ ૧૦૦ ઓપરેશન થિયેટર, સિનિયર તબીબો દ્વારા ૪ હજારથી વધુ સર્જરી કરવામાં આવી છે, ઇમરજન્સી, એમ્બ્યુલન્સ, સીટી સ્કેન, લેબોરેટરીની સુવિધા : ડો. સુમિત ચાવડા, ડો. મયુર સંતોકી, ડો. ભાવિક ઘેટીયા, ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. ધ્રુવ કોટેચા, જેન્સી ચૌહાણ વિગેરેની પણ જહેમત :ડો. ભાવેશ સચદે, ડો. ભૌમિક ભાયાણી, ડો. એમ.જી.ભાલોડીયા અને ડો. રાજેશ જાનીની ટીમ દ્વારા સફળ સર્જરી : તબીબી ટીમ ઉપર અભિનંદન વર્ષા

રાજકોટ તા. ૧૨ : નાગેડી - જામનગરની એક કંપનીમાં બપોરે ૩.૩૦ વાગ્યે સોન દેવ નિરંજન યુવકને કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યાં મશીનમાં એક વાયર ફસાઈ ગયેલ અને તે વાયરમાં તેમનો પગ ફસાઈ ગયેલ હતો. જેના લીધે વાયરમાં પગ ફસાવાથી સોન દેવનો પગ એડી પાસેથી કપાઈ ગયેલ અને ગંભીર ઇજા થયેલ. ત્યારબાદ તેમને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. ત્યાંથી પગ બચી શકશે નહિ તેમ જણાવતા સોન દેવ નિરંજન યુવકના પગને પ્રોટોકોલ પ્રમાણે બરાબર રીતે સાચવી આઈસ બોક્સમાં બરાબર પેક કરી પાણી ના જાય તેમજ જંતુ રહિત ગોઠવાઈ તે રીતે શિવ હોસ્પિટલ, ૧૫૦ ફિટ રિંગ રોડ, રાજકોટ ખાતે કપાયેલ પગને અને દર્દીને લાવવામાં આવેલ. ત્યારબાદ દર્દીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવેલ. આ એક ખુબ જ જટીલ અને ગંભીર પ્રકારનું ઓપરેશન હતું કે જેમાં સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો, અદ્યતન સુવિધા ધરાવતું ઓપરેશન થિયેટર અને સાધનો, આઈ.સી.યુ.ની સગવડતા, ક્રિટીકલ કેરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જરૂરિયાત હોય છે જે શિવ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
દર્દીને સાંજે ૭.૩૦ વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઇ અને બે ટીમો દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં ડો. ભૌમિક ભાયાણી, ડો. ભાવેશ સચદે, ડો. એમ.જી. ભાલોડીયા અને ડો. રાજેશ જાની સામેલ હતા. એક ટીમે કપાયેલા પગમાંથી લોહીની અને ચેતાની નસો તથા Tendonsના છેડા શોધી કાઢ્યા હતા અને બીજી ટીમે ઉપરના ભાગે પગમાંથી લોહીની અને ચેતાની નસો તથા Tendonsના છેડા શોધી રાખ્યા હતા. હવે સૌપ્રથમ હાડકાને જોડવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્રમશઃ લોહીની નસો કે જેમાં ધમની અને શીરા તથા ચેતાની નસો એકબીજાને જોડે રીપેર (Anastomosis) કરવામાં આવેલ.
આ એક જટીલ માઇક્રોસ્કોપિક સર્જરી હતી. ૧૦ કલાકની મહેનત બાદ દર્દીના ઘૂંટીનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ થઇ ગયું હતું. ત્યારબાદ એક અઠવાડિયું દર્દીને આઈ.સી.યુ.માં રાખેલ. કારણ કે ઘામાં ચેપ લાગવાનું જોખમ તથા જો Toxins નીકળે તો દર્દીને જીવનું જોખમ પણ થઇ શકે અથવા પ્રત્યારોપીક અંગ કાળું પડી જાય તેવી શક્યતા પણ રહેલી હોય છે. હાલ ઓપરેશનને ૧૮ દિવસ થયેલ અને દર્દીનો ઘૂંટીથી નીચેનો પગ સફળતાપૂર્વક પ્રત્યારોપણ થઇ ગયેલ છે.
આ ઓપરેશન દરમિયાન શિવ હોસ્પિટલના એનેસ્થેટિક ડો. સુમિત ચાવડા, ડો. મયુર સંતોકી અને ડો. ભાવિક ઘેટીયા, ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. ધ્રુવ કોટેચા તથા જેન્સી ચૌહાણ, તથા સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના કેસમાં દર્દીના પગને બચાવવાના ચાન્સ ખુબ જ નહિવત સમાન હોય છે પરંતુ શિવ હોસ્પિટલની ટીમે આ ઓપરેશન સફળતાપૂર્વક પર પાડયું હતું. ત્યારબાદ ઓપરેશનના બીજા જ દિવસે સોન દેવને પોતાનો પગ કાપવામાં ન આવેલ અને સફળતાપૂર્વક ઓપરેશન થઇ ગયેલ જોતા જ તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
શિવ હોસ્પિટલનાં ખ્યાતનામ ડિરેકટરો સિનીયર ઓર્થોપેડિક સર્જન ડો. શ્યામ ગોહિલ, ડો. કે.પી. તરાવીયા, ડો. સી.પી. રબારા, ડો. રાજેશ જાની તથા જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. હિરેન કોઠારી, ડો. ભાવેશ સચદે અને સ્પાઇન સર્જન ડો. અમીષ સંઘવી દ્વારા શરૂ કરવામાં આવેલ શિવ હોસ્પિટલ સૌરાષ્ટ્ર - કચ્છનાં દર્દીઓ માટે એક જ જગ્યાએ તમામ ઓર્થોપેડિક સારવાર મળી રહે તે માટેની શરૂ કરેલ. શિવ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સારવારની સાથે સાથે ફિઝિશિયન - ડો. ઉમેશ વાઘેલા, ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ અને ઇન્ટેન્સિવીસ્ટ - ડો. ધ્રુવ કોટેચા, ડો. અંજના વાઢેર, મોઢા તથા જડબાના કેન્સરનાં સર્જન - ડો. કામીલ રાજપરી, રૂમેટોલોજીસ્ટ - ડો. મોહનીશ પટેલ, ઓથોસ્કોપી સર્જન - ડો. કૌશલ પટેલ અને ડો. નીલ ગોહિલ, સ્પાઇન સર્જન - ડો. અમીષ સંઘવી, ન્યુરો સર્જન ડો. નિધીકુમાર પટેલ, જનરલ સર્જન અને લેપ્રોસ્કોપીક સર્જન - ડો. જયદેવ ગોંડલીયા અને ડો. ધર્મેશ શાહ, પ્લાસ્ટીક સર્જન - ડો. ભૌમીક ભાયાણી, પલ્મોનોલોજીસ્ટ - ડો. યશ રાણા, પીડીયાટ્રીક ઓર્થોપેડિક સર્જન - ડો. કમલેશ દેવમૂરારી, ઓર્થોપેડિક ઓન્કો સર્જન - ડો. મયુર કામાણી પણ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
દર્દીઓને ઉતમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં અદ્યતન મશીનો, કલાસ ૧૦૦ ઓપરેશન થિયેટર, હોસ્પિટલનો કુશળ અનુભવી સ્ટાફ અને દરેક નાની કે મોટી ઉમરનાં દર્દીઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમજ હોસ્પિટલનાં ખ્યાતનામ સિનીયર ડોકટર દ્વારા ટોટલ સર્જરી ૪૦૦૦થી વધુ, ટોટલ ઓ.પી.ડી. ૪૦૦૦૦થી વધુ, ટોટલ આઇ.પી.ડી. ૪૦૦૦થી વધુ અને કોવિડ પેશન્ટ ૧૫૦થી વધુને સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત સાંધા બદલવા કે જટીલ સર્જરી માટે અદ્યતન સાધનો અને સારવાર પ્રક્રિયાઓ જેવી કે ઇમરજન્સી મેનેજમેન્ટ, આઇ.સી.યુ. એમ્બયુલન્સની સુવિધા, સીટી સ્કેન અને લેબોરેટરી વગેરે ઉપલબ્ધ છે.
તદુપરાંત નાની તેમજ મોટી કોર્પોરેટ કંપની સાથે ટાઇઅપ કરી દરેક દર્દીઓ માટે કેશલેશ ફેસીલીટી ઉપલબ્ધ છે. તેમજ કોર્પોરેટ કંપનીઓ સાથે કર્મચારીઓને નજીવા કે ડિસ્કાઉન્ટ દરે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. શિવ હોસ્પિટલે એક વર્ષથી ટુંકા ગાળાનાં સમયમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઝડપી ફખ્ગ્ણ્ સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે. તેમ અંતમાં જણાવાયું છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
