<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

કુવૈતની ઇમારતમાં ભીષણ આગઃ ૫ ભારતીય સહિત ૪૧ ના મોત : જુઓ વિડીયો

ઘણા લોકોએ બચવા માટે બારીમાથી કૂદકા માર્યાઃ૪૩ ને ઇજા

નવી દિલ્‍હીઃ તા. ૧૨ કુવૈતમાં આવેલ એક ઇમારતમાં ભીષણ આગ ભભૂકતા ૫ ભારતીય સહિત ૪૧ ના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં બુધવારે એક બિલ્‍ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૫ ભારતીયો સહિત ઓછામાં ઓછા ૪૧ લોકોના મોત થયા છે. કુવૈતની સત્તાવાર ન્‍યૂઝ એજન્‍સીએ પોતાના અહેવાલમાં આ ઘટનાની માહિતી આપી છે.

ખાડી દેશ કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં બુધવારે એક બિલ્‍ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૫ ભારતીયો સહિત ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે. કુવૈતની સત્તાવાર સમાચાર એજન્‍સીએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. બુધવારે સવારે આગ લાગી હતી અને બિલ્‍ડિંગમાંથી આગની જ્‍વાળાઓ ઉછળતી જોવા મળી હતી. થોડી જ વારમાં આગ બહુમાળી ઈમારતના અનેક માળ સુધી પહોંચી ગઈ હતી. આ અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા ૫ ભારતીય ર્ર્ં કેરળના રહેવાસી છે. કુવૈતી સત્તાવાળાઓનું કહેવું છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

આગ સ્‍થાનિક સમય અનુસાર સવારે ૪ વાગે બિલ્‍ડિંગમાં લાગી હતી. આ દરમિયાન મોટાભાગના લોકો સૂઈ ગયા હતા, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં સમય લાગ્‍યો હતો. આ ઇમારતનો ઉપયોગ ઔદ્યોગિક પ્‍લાન્‍ટમાં કામ કરતા લોકો માટે લેબર કેમ્‍પ તરીકે થાય છે.

અત્‍યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્‍ડિંગમાં મોટી સંખ્‍યામાં મલીયાલમી ભાષી લોકો પણ રહે છે. આગ એટલી ભયાનક હતી કે ઘણા લોકો ડરીને બારીમાંથી નીચે કૂદી પડ્‍યા હતા. જીવ બચાવવાના આ પ્રયાસમાં પણ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુ

આ અકસ્‍માતમાં લગભગ ૪૩ લોકો ઘાયલ થયા છે.ફાયર બ્રિગેડ અને પોલીસે આ લોકોને નજીકની હોસ્‍પિટલમાં દાખલ કર્યા છે. ઘાયલ થયેલા લોકોમાંથી ઘણાની હાલત નાજુક છે.

(4:22 PM IST)