<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ટેન્‍કર માફીયા વિરૂધ્‍ધ તમે શું પગલા લીધાઃ સુપ્રિમ કોર્ટનો દિલ્‍હી સરકારને પ્રશ્ન

રાજધાનીમાં જળસંકટ દિવસે-દિવસે ઘેરૂ બની રહયું છે : દિલ્‍હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં હરીયાણાથી યમુનાનું પાણી છોડવાને લઇને દિશા-નિર્દેશની માંગ કરાઇ

નવી દિલ્‍હી, તા.,૧૨ :  દિલ્‍હીમાં પાણીનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. આ દરમિયાન દિલ્‍હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજીમાં હરિયાણાથી યમુનાનું પાણી છોડવાને લઈને દિશા-નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્‍ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પીબી વરાલેની બેંચ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટેન્‍કર માફિયાઓને લઈને દિલ્‍હી સરકાર પાસેથી જવાબ માંગ્‍યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્‍હી સરકારને  પૂછયું કે શું  ટેન્‍કર માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્‍યા છે કે કોઈ કાર્યવાહી કરવામાં આવી છેર્?

અરજી પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે દિલ્‍હી સરકારને પૂછયું કે, શું ટેન્‍કર માફિયાઓ સામે કોઈ પગલાં અથવા કાર્યવાહી કરવામાં આવી છે? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, જો તમે ટેન્‍કર માફિયાઓ સામે કોઈ પગલાં નથી લઈ રહ્યા તો અમે દિલ્‍હી પોલીસને તેમની સામે પગલાં લેવાનું કહીશું. પાણીનો બગાડ રોકવા માટે શું પગલાં લેવામાં આવ્‍યા?

સુપ્રીમ કોર્ટે દિલ્‍હી સરકારને એમ પણ પૂછયું કે,  તેમણે પાણીનો બગાડ રોકવા માટે શું પગલાં લીધાં છે. જો દિલ્‍હી સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેઓ આ સંબંધમાં સોગંદનામું દાખલ કરશે કારણ કે મોટા પાયે કનેક્‍શન કાપવાની સાથે પાણીનો બગાડ રોકવા માટે અનેક પગલાં લેવામાં આવ્‍યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી આવતીકાલે ૧૩ જૂન સુધી મુલતવી રાખી છે. (૪.૨૯)

નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર

મહેશ જાની કાલે ચાર્જ સંભાળશે

રાજકોટ : ગુજરાત સરકારે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે શ્રી મહેશ જાનીની નિમણુંક કરતા તેઓ આવતીકાલે રાજકોટ ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે. હાલ બનાસકાંઠામાં સપ્‍લીમેન્‍ટરી આસી. કલેકટર તરીકે કાર્યરત છે. નગરપાલિકાઓના રાજકોટ ખાતેના પ્રાદેશિક કમિશનર તરીકેનો વધારાનો હવાલો હાલ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નનીલ ખરે હસ્‍તક છે.

૨૦૧૯ની બેચના આઇએસ કેડરના અધિકારી શ્રી મહેશ જાની મુળ ગીરસોમનાથ પંથકના વતની છે. સેલટેક્ષ કેડરમાંથી આઇએસ કેડરમાં આવેલા છે. તેઓ અગાઉ સેલટેક્ષમાં હતા ત્‍યારે ગોંડલ અને રાજકોટમાં ફરજ બજાવી ચૂક્‍યા છે. તેમને નગરપાલિકાઓની નવી જવાબદારી બદલ અભિનંદન. (મો. ૯૦૧૬૬ ૨૪૯૨૩) મળી રહ્યા છે.

(4:39 PM IST)