તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
પેમા ખાંડુ ફરી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનશે
બીજેપી વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણયઃભાજપ ૬૦ સભ્યોની રાજ્ય વિધાનસભામાં ૪૬ બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું છે

ઈટાનગર, તા.૧૨
ફરી એકવાર અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ બનશે. ભાજપ ૬૦ સભ્યોની રાજ્ય વિધાનસભામાં ૪૬ બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની ૬૦માંથી ૪૬ બેઠકો જીતી છે. પેમા ખાંડુ બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ૧૦ વિધાનસભા બેઠકો બિનહરીફ જીતી હતી, જેમાં નવનિયુક્ત મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ બિનહરીફ જીત્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪૧ બેઠકો જીતી હતી. અરુણાચલ પ્રદેશમાં વિધાયક દળના નેતાની ચૂંટણી માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા.
૨ જૂને પરિણામો બાદ પેમા ખાંડુએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફના લોકોનું સમર્થન અને પ્રેમ દર્શાવે છે. મારા મતે કોંગ્રેસ એક ફિનિશ્ડ ફોર્સ (સમાપ્ત થયેલ તાકાત) છે. રાજ્યમાં લાંબા સમયથી કોંગ્રેસની સરકાર હતી અને તેમણે આદરેલા મોટા ભ્રષ્ટાચારને કારણે આ જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ક્યારેય લાંચ વગર કોઈ કામ મંજૂર કર્યું જ ન હતું પરંતુ, ભાજપે સુશાસનનો વૈકલ્પિક માર્ગ આપ્યો છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
