તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ભારતીય રેલ્વે ટ્રેનોમાં ગંદકી કરનારા સામે કડક બનશે :ગમે ત્યાં કચરો ફેંકનારા મુસાફરો પાસેથી 10 ગણો દંડ વસૂલશે
એક મુસાફરે વેફટ અને બિસ્કિટનું પેકેટ ફેંકી ગંદકી ફેલાવી:પ્રવાસી પાસેથી 10 રૂપિયાના વેફર અને બિસ્કિટની કિંમતના 10 ગણો દંડ વસુલ્યો

નવી દિલ્હી :ભારતીય રેલવે વિભાગ ઘણા સ્ટેશનો પર ખાસ કરીને આગરા મંડલ પર સ્ટેશન અને ટ્રેનનો ચોખ્ખી અને સાફ રાખવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ મુસાફરોને ચેતવણી આપવામાં આવી રહી છે કે, ટિકિટ વગર ટ્રેનમાં પ્રવાસ કરવો નહીં અને નિયમ કરતા વધારે સામાન ટ્રેનમાં લઇ જવો નહીં. નિયમ ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર એક ટ્રેન મુસાફરે વેફટ અને બિસ્કિટનું પેકેટ ફેંકી ગંદકી ફેલાવી હતી. એક તપાસ ટીમ ત્યાં પહોંચી અને પ્રવાસી પાસેથી 10 રૂપિયાના વેફર અને બિસ્કિટની કિંમતના 10 ગણો દંડ વસૂલ્યો. આવી જ રીતે અન્ય મુસાફરો પાસેથી પણ ગંદકી ફેલાવવા અને કચરો ગમે ત્યાં નાંખવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો
રેલવે વિભાગ દ્વારા 304 મુસાફરો પાસેથી 123075 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો, જેમા 22 મુસાફરો પાસેથી ગંદકી ફેલાવવા બદલ 2400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો ટિકિટ વગર ટ્રેનમાં પ્રવાસ કરનાર 243 મુસાફરો પાસેથી 102945 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ રેલવે વિભાગે કુલ 243750 રૂપિયા દંડની વસૂલાત કરી છે
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
