<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ઓપ્રાહ વિન્ફ્રે "ખૂબ જ ગંભીર" પેટની બીમારીઓ માટે હોસ્પિટલમાં દાખલ

ઓપ્રાહ વિન્ફ્રે "ખૂબ જ ગંભીર" પેટની સમસ્યાઓ માટે હોસ્પિટલમાં દાખલ થયા પછી રિકવર થઈ રહી છે.

ગેલ કિંગે આજે સીબીએસ મોર્નિંગ્સના એપિસોડ દરમિયાન પોતાના મિત્રની તબીબી કટોકટી વિશે વિગતો શેર કરી.

"તેણીને પેટમાં કોઈ પ્રકારની તકલીફ હતી - પેટનો ફ્લૂ - જ્યાં બંને છેડેથી કઈક બહાર આવી રહ્યું હતું.  હું ખૂબ વિસ્તારથી વાત નહીં કરું, ”કિંગે કહ્યું.  “પરંતુ કહેવાની જરૂર નથી, તેણીને હોસ્પિટલમાં, આઈવી ફ્લુડ ઉપર રાખવામાં આવ્યા પછી ડિહાઇડ્રેશનનો અંત આવ્યો, આ ખૂબ જ ગંભીર બાબત હતી.”

"તે ઠીક થઈ જશે," કિંગે ઉમેર્યું.  "હું આશા રાખું છું કે તે આ વિગતો શેર કરવા માટે મારા પર ગુસ્સો નહિ કરે."

ઓપ્રાહ વિન્ફ્રે અમેરિકન ટોક શોની હોસ્ટ હતી, ટેલિવિઝન નિર્માતા, અભિનેત્રી, લેખક અને મીડિયા માલિક છે. ટોક શો, ધ ઓપ્રાહ વિન્ફ્રે શો માટે વિશ્વભરમાં તે સુપ્રસિદ્ધ છે. શિકાગોથી પ્રસારિત થતો આ ટોક શો  ૧૯૮૬ થી ૨૦૧૧, ૨૫ વર્ષ સુધી રાષ્ટ્રીય સિન્ડિકેશનમાં ચાલ્યો હતો. ૭૧ વર્ષની ઓપ્રાહ ૩૦૦ કરોડ ડોલરની માલિક છે, ઓપ્રાહને વિશ્વની સૌથી પ્રભાવશાળી મહિલા તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

(10:06 PM IST)