<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

કુવૈત અને ઉત્તર ભારતમાં વિવિધ ઘટનાઓના મૃતકોને પૂ. મોરારીબાપુની શ્રધ્ધાંજલી : પરિવારજનોને સહાય

રાજકોટ તા.૧૧

     કુવૈત શહેરમાં એક રહેણાંકના મકાનમાં આગ લાગવાથી ૪૧ લોકોનાં કરુણ મોત નિપજયા છે જેમાં ૧૦ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ આંકડો વઘે તેવી ભીતી સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુવૈતની કરન્સી મુજબ આ રાશિ કુલ ૨૨૫૫  કુવૈતી રિયાલ થશે જે રામકથાના દુબઈ સ્થિત શ્રોતા ( આહુતિ બહેન) દ્વારા પહોંચતી કરવામાં આવશે. 

    અકસ્માતની બીજી ઘટનામાં ઉત્તર ભારતના  હરદોઈ ખાતે એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પડતાં ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને પણ ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે લખનૌ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(10:28 PM IST)