News of Wednesday, 12th June 2024
ઇઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં માર્યા ગયેલા હિઝબુલ્લાના સૌથી ટોચના કમાન્ડર સામી અબ્દુલ્લા તાલેબનું મોત: વળતો જવાબ આપતા લેબનોને પણ ઇઝરાયેલ ઉપર આજ સુધીનો સૌથી મોટો રોકેટ મારો ચલાવ્યો

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: ઉત્તર ઇઝરાયેલ પર હિઝબોલ્લાહનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે:
ઇઝરાયેલ અને લેબનીઝ મીડિયા અનુસાર આજે બુધવારે લેબનોને ઉત્તરી ઇઝરાયેલ પર રોકેટનો વરસાદ વરસાવ્યો છે.
આ પહેલા આજે ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં પણ અનેક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.
આ હુમલામાં હિઝબુલ્લાના કેટલાક ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.
હિઝબુલ્લા કમાન્ડર સહિત ચાર લોકો માર્યા ગયા હતા, જેમાં કમાન્ડર સામી અબ્દુલ્લા તાલેબ; ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલી અથડામણમાં, અત્યાર સુધીમાં માર્યા ગયેલા હિઝબુલ્લાના સૌથી ટોચના કમાન્ડર છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
