<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત :સિહોરમાં બાઇક સાથે અથડાતા બસ પલટી ખાઇ: 4 લોકોના મોત :8 ઘાયલ

બાઈક ચાલકને બચાવવા જતા બસ પલ્ટી ગઈ : બસ તેના પર પડતા બાઈક કચડાઈ ગયું

મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો,બેકાબૂ બસ બાઇક સાથે અથડાઈ અને પલટી જતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

  અકસ્માતની માહિતી મળતાં જ શાહગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બચાવી લેવાયા હતા. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ.

  બુધનીના બ્લોક મેડિકલ ઓફિસર રામહીત કુમારે જણાવ્યું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું છે. બસની નીચે બાઇક પણ દબાઇ ગયું હતું.

  પલટી ગયેલી બસને રસ્તા પરથી હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. અકસ્માતના કારણે કલાકો સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કર્યા બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો. બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ નથી. પોલીસ મૃતકની ઓળખ કર્યા બાદ પરિવારજનોને જાણ કરશે

   એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શહીદગંજ ગામમાં બની હતી. પોલીસ સબ ડિવિઝનલ ઓફિસર શશાંક ગુર્જરે જણાવ્યું હતું કે બસ પલટી ગઈ જ્યારે (બસ) ડ્રાઈવર વિરુદ્ધ દિશામાંથી આવતી મોટરસાઈકલને ટક્કર મારવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, બસ તેના પર પડતાં મોટરસાઇકલ કચડાઇ ગઇ હતી. અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર બે લોકો અને બસના બે મુસાફરોના મોત થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ મુસાફરોને બુધનીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(11:30 PM IST)