News of Thursday, 13th June 2024
પેમા ખાંડુ ફરી એકવાર અરૂણાચલના CM બનશે
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી

ઇટાનગર,તા. ૧૩: પેમા ખાંડુ ફરી એકવાર અરુણાચલ પ્રદેશના સીએમ બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજયની ૬૦ માંથી ૪૬ બેઠકો જીતી છે. પેમા ખાંડુ બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ભાજપ ૬૦ સભ્યોની રાજય વિધાનસભામાં ૪૬ બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ ૧૦ વિધાનસભા બેઠકો બિનહરીફ જીતી હતી. જેમાં આઉટગોઇંગ મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ બિનહરીફ જીત્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૪૧ બેઠકો જીતી હતી. અરુણાચલ પ્રદેશમાં વિધાયક દળના નેતાની ચૂંટણી માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા.
૨ જૂને પરિણામો બાદ પેમા ખાંડુએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફના લોકોનું સમર્થન દર્શાવે છે. કહેવાય છે કે કોંગ્રેસ એક ફિનિશ્ડ ફોર્સ છે. રાજયમાં લાંબા સમયથી કોંગ્રેસની સરકાર હતી. તેણે એક ભ્રષ્ટ વ્યવસ્થા ઊભી કરી હતી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
