<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

‘‘પ્રેમ ના ફુલો'' ૧૨૬

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

અશ્રુજળ સીંચી સીંચી પ્રેમવેલી બોઇ

 

પ્રિય સોહન,

સ્‍નેહ. આવી જ રાત્રીના બે દિવસ પહેલા તને ચિત્તોડ પાછળ છોડી  આવ્‍યો છું પ્રેમ અને આનંદથી ભરી તારી આંખો સ્‍મરણ આવી રહી છે. તેમાં ઊભરાતાં પવિત્ર આંસુઓમાં પૂરી પ્રાર્થના અને પૂજાનું રહસ્‍ય છુ પાયેલું છે?

પ્રભુ જેને ધન્‍ય કરે છે, તેના マદયને પ્રેમના આંસુઓથી ભરી દે છે. અને એ લોકોના દુર્ભાગ્‍યને શું કહીએ, જેના マદયમાં પ્રેમના આંસુઓની

જગ્‍યાએ ધૃણાના કાંટા છે?

પ્રેમમાં વહેતા આંસુ પરમાત્‍માના ચરણોમાં સમર્પિત ફૂલ બની જાય છે. અને જે આંખોથી તે વહે છે, તે આંખોને દિવ્‍ય દષ્‍ટિ આપી જાય છે.

પ્રેમથી સભર આંખો જ ફકત પ્રભુને નિરખવા ધન્‍યભાગી બને છે, કારણ કે પ્રેમ જ ફકત એવી ઊર્મિ છે જે પ્રકૃતિની જડતાને પાર કરી શકે છે અને તે કિનારે પહોંચાડે છે, જયાં પરમ-ચેતન્‍યનો આવાસ છે.

હું વિચારૂ છું કે મારો આ પત્ર પહોંચતાં પહોચતાં માણેકબાબુ અવશ્‍ય  જ તને લઇને કાશીધામ પહોંચી ગયા હશે? રાહ કેવી વીતાવી ખબર  નહીં પરંતુ આશા કરૂ છું કે તે હસતા અને ગીત ગાતા જ વીતી હશે.

અહી અરવિદે અનિલ એન્‍ડ કંપનીની ટ્રેન પર બહુ શોધખોળ કરી, પરંતુ તે તેમની કોઇ ભાળ નહી મેળવી શકયો.

ત્‍યાં બધાંને મારા વિનમ્ર પ્રણામ કહેજો. તારા વાયદા કરેલા પત્રોની

પ્રતીક્ષા છે. માણેકબાબુને પ્રેમ.

- રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:00 AM IST)