<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

વરસાદી તોફાનમાં ઘરની છત સાથે છ મહિનાની બાળકી પણ ઉડી ગઈ

દેઉલગાંવ ઘુબે ગામમાં ૩૦ થી ૪૦ ઘરોની છત હવામાં ઉડી ગઈ

મુંબઇ,તા. ૧૩: મહારાષ્ટ્રના બુલઢાણામાં વરસાદે ફરી એક વાર તબાહી મચાવી દીધી છે. એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જયારે ઘરમાં હિંચકામાં સુઈ રહેલ છ મહિનાનું બાળક સાથે ઘરની છત ઉડી ગઈ. આ ઘટનામાં છ મહિનાનું એક બાળકનું દુર્ભાગ્‍યવશ મોત થઈ ગયું. ચિખલી તાલુકાના દેઉલગાંવ ઘુબે ગામમાં તોફાનની સાથે ભારે વરસાદથી નુકસાન થયું છે.

દેઉલગાંવ ઘુબે ગામમાં ૩૦ થી  ૪૦ ઘરોની છત હવામાં ઉડી ગઈ. આ દરમ્‍યાન દેઉલગાંવ ઘુબે ગામના ભરત સાખરેની છ મહિનાની દીકરી સાઈ પોતાના ઘરમાં હિંચકામાં સુઈ રહી હતી. ત્‍યારે ભારે પવનથી ઘરની છત ઉડી ગઈ. છતની સાથે બાળકી હિંચકા સાથે હવામાં ઉડી ગઈ.

છ મહિનાની બાળકી આ તોફાનનો શિકાર બની ગઈ. ઘરની છત ઉડ્‍યા બાદ લગભગ ૨૦૦ ફુટ હવામાં દૂર જઈને પડી. જેમાં છ મહિનાની બાળકીનું મોત થઈ ગયું. દેઉલગાંવ ઘુબે ગામમાં ભારે પવનના કારણે ગામના ૩૦ થી ૪૦ ઘરની છત હવામાં ઉડી ગઈ અને ઝાડ પણ ઉખડી ગયાં.

હજુ બે દિવસ પહેલાજ ખામગાંવ અને જલગાંવ જામોદ તાલુકામાં પણ વીજળી અને તોફાની પવન સાથે વરસાદને ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી. જેના કારણે તમામ નદીઓ-નાળા એક સાથે આવી ગયા અને પુરની સ્‍થિતિ થઈ ગઈ. ત્રણ ઈંચથી વધારે વરસાદ થઈ ચુક્‍યો હતો. પહેલા વરસાદમાં જ ગામલોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.

દેઉલગાંવ ઘુબેની આ ઘટનાથી આખા ગામમાં માતમ પસરી ગયો છે. સાખરે પરિવારમાં જન્‍મેલી સાઈ ફક્‍ત છ મહિનામાં આ રીતે દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. જેનાથી આખો પરિવાર આઘાતમાં છે. નુકસાનનું આકલન કરવા માટે પ્રશાસન ગામમાં આવી રહ્યો છે. સ્‍થાનિક રાજકીય નેતા પણ દેઉલગામ ઘુબેના સાખરે પરિવાર સાથે પ્રભાવિત ગામ લોકોને રાહત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે.

(11:04 AM IST)