<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

કોરોના અને ફલૂની ટુ ઇન વન રસી પરીક્ષણના આખરી તબકકામાં સિંગલ વેકસીન કરતા વધુ અસરકારક હોવાનો રિસર્ચરોનો દાવો

વોશીંગ્‍ટનઃ કોરોના અને ઇન્‍ફલ્‍યુઐજા  વાયરસની રક્ષણ માટે વૈજ્ઞાનિકો એ કે તરીથી બે નિશાન લગાવવાની તૈયારીમાં છે. અમેરિકન રિસર્ચરોએ ફાર્મા કંપની મોડર્નાની નવી ટુ ઇન વન રસી બાબતે દાવો કર્યો છે કે તે કોરોના અને ઇન્‍ફલ્‍યુએન્‍જા સામેની ર્વતમાન અલગ અલગ રસીઓ કરતા વધુ અસરકારક જણાઇ છે. અત્‍યારે આ રસી પરીક્ષણના અંતિમ તબકકામાં છે.ધ ટેલીગ્રાફ અનુસાર, કોરોનાની જેમ જ દર વર્ષે ફલુના વાયરસ સંક્રમણના કારણે દુનિયાભરમાં લાખો લોકો બિમાર થાય છે. તેનાથી બચવા માટે મોડર્નોના વૈજ્ઞાનિકો બંન્ને વાયરસ સાથે રક્ષણ કરતી રસી બનાવી રહયા છે.

રિસર્ચના લેખકોમાં સામેલ ડોકટર જેકલીન મિલરનું કહેવું છે કે આ ટુ ઇન વન રસી આવ્‍યા પછી લોકોએ માત્ર એક જ ઇન્‍જેકશન લગાવવાની જરૂર પડશે.

રસીકરણે કોરોનાની ગંભીરતાને અમૂક હદ સુધી ઘટાડી દીધી છે પણ નવા નવા વેરીયેન્‍ટસના કારણે જોખમ તો છે જ નવા વેરીયેન્‍ટસ રસીથી બનેલ પ્રતિરોધક શકિત ને ચકમો દઇ રહયા છે. એટલે ઘણી વાર રસીઓને પણ અપડેટ કરાઇ ચૂકી છે.

(11:09 AM IST)