તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
ખુલતા જ સેન્સેકસની છલાંગ નીફટી નવા શિખરે
શેરબજારે તોડયા તમામ રેકોર્ડ

મુંબઇ, તા.૧૩ સાપ્તાહિક એક્સપાયરીના દિવસે એટલે કે ગુરુવારે આજે શેરબજારમાં શાનદાર શરૂઆત થઈ હતી. મુખ્ય સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ લગભગ ૪૦૦ પોઈન્ટના વધારા સાથે ૭૭૧૪૫.૪૬ પર ખુલ્યો. આ તેનો અત્યાર સુધીનો રેકોર્ડ હાઈ છે. અગાઉ, રવિવારના રોજ નરેન્દ્રભાઇ મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા ત્યારે સોમવારે, ૧૦ જૂને સેન્સેક્સ ૭૭,૦૭૯.૦૪ પોઈન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, આજે નિફ્ટીએ ફરીથી ૨૩,૪૮૦.૯૫ની રેકોર્ડ ઉચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. અગાઉ NSE નિફ્ટી ૧૧૮.૩૫ પોઈન્ટ અથવા ૦.૫૧% વધીને ૨૩,૪૪૧.૩૦ પર ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૨૩૨ વધી ને ૭૬૮૩૮ અને નિફ્ટી ૬૭ વધી ને ૨૩૩૯૦ ઉપર છે
નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, વિપ્રો વગેરેના શેરમાં બીએસઈ પર શરૂઆતના ટ્રેડિંગમાં ૩% થી વધુનો વધારો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને ICICI બેંકના શેરમાં ૧% સુધીનો ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે નિફ્ટીએ રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શ કર્યો હતો, જ્યારે સેન્સેક્સ તેના રેકોર્ડ સ્તરથી થોડો દૂર હતો. બુધવારે બીએસઈનો ૩૦ શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૪૯.૯૮ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકાના વધારા સાથે ૭૬,૬૦૬.૫૭ પોઈન્ટ પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન એક સમયે, તે ૫૯૩.૯૪ પોઈન્ટ્સ અથવા ૦.૭૭ ટકા વધીને ૭૭,૦૫૦.૫૩ પોઈન્ટ્સ પર પહોંચ્યું હતું, જે તેના સર્વકાલીન ઉચ્ચ ૭૭,૦૭૯.૦૪ થી માત્ર ૨૮.૫૧ પોઈન્ટ દૂર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સૂચકાંક નિફ્ટી પણ દિવસના ટ્રેડિંગ દરમિયાન ૧૭૭.૧ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકા વધીને ૨૩,૪૪૧.૯૫ની નવી ટોચે પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે તે ૫૮.૧૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાના વધારા સાથે ૨૩,૩૨૨.૯૫ની નવી ટોચે બંધ રહ્યો હતો. અગાઉ મંગળવારે BSE સેન્સેક્સ ૩૩.૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૪૫૬.૫૯ પોઈન્ટ પર હતો. જોકે, નિફ્ટી ૫.૬૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૨૩,૨૬૪.૮૫ પર બંધ રહ્યો હતો
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
