તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
23 જૂને ફરીથી લેવામાં આવશે 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા: ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ પાસે હશે આ બે ઓપ્શન
સુપ્રીમકોર્ટે એનટીએને 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરીને ફરીથી નીટ એક્ઝામ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં મેડિકલમાં પ્રવેશ સાથે જોડાયેલ NEET પરીક્ષામાં ગડબડ મામલે સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન એનટીએ (NTA) દ્વારા જાણકારી આપવામાં આવી કે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવશે.
NTA દ્વારા આ વિદ્યાર્થીઓને બે ઓપ્શન આપવામાં આવ્યા છે. એક રી-નીટમાં સામેલ થઈ શકાય છે અથવા પછી વિના ગ્રેસ માર્ક્સની માર્કશીટ સાથે નીટ યૂજીની કાઉન્સલિંગમાં ભાગ લઈ શકો છો. 1563 વિદ્યાર્થીઓની 23 જૂનના રોજ ફરીથી પરીક્ષા થશે. જેનું પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષા પરિણામમાં અનિયમિતતા જોતા એનટીએને 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરીને ફરીથી નીટ એક્ઝામ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કરી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
