તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
મૌલાનાઓની હત્યા અને યુપીમાં બુલડોઝરની કાર્યવાહીથી ઓવૈસી ભડક્યા
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ RSS પર નિશાન સાધતા કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુસ્લિમો પાસેથી બદલો લેવાઈ રહ્યો છે.

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ RSS પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ દેશના ઘણા ભાગોમાં મુસ્લિમો પર હુમલા વધી ગયા છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ચૂંટણીના પરિણામો પછી, દેશના ઘણા ભાગોમાં મુસ્લિમો પર હુમલાના મામલા વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં, બે મૌલાનાઓની હત્યા કરવામાં આવી હતી, અકબરનગરમાં મુસ્લિમોના ઘરોને બુલડોઝ કરવામાં આવ્યા હતા અને છત્તીસગઢમાં બે મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. શું સંઘ પરિવાર મુસ્લિમો પાસેથી બદલો લઈ રહ્યો છે?
ચૂંટણી પરિણામો બાદ દેશના ઘણા ભાગોમાં મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં બે મૌલાનાઓની હત્યા કરવામાં આવી હતી, અકબરનગરમાં મુસ્લિમોના ઘરો બુલડોઝ કરવામાં આવ્યા હતા, છત્તીસગઢમાં બે મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી.
હાલમાં જ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના કટઘરના ભૈંસિયા ગામમાં આવેલી મોટી મસ્જિદના ઈમામ અને મૌલાના અકરમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પ્રતાપગઢમાં પણ શનિવારે (8 જૂન) મૌલાના ફારૂકની હત્યા કરવામાં આવી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
