<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

શ્રીનગરની બજારોમાં ઇદને લઇને કોઇ ચહલ પહલ નહીઃ પશુઘનના ૧૫૦ ટ્રકો હાઇવે પર ફસાયા

જમ્‍મુ (સુરેશ ડુગ્‍ગર દ્વારાા તા. ૧૩ : ઇદ- ઉલ- અજહાને થોડા જ દિવસોની વાર છે ત્‍યારે શ્રીનગરના બજારોમાં ખાસ કોઇ ચહલ-પહલ નથી. કોઇપણ વેપારીએ બલી માટે જનાવર પણ વેંચ્‍યું નથી.

શ્રીનગરના સૌથી મોટા બજારના વેપારીઓએ આ વર્ષે વેંચાણમાં ઘટાડાની સૂચના આપી છે. તેમણે જણાવેલ કે પાછલા વર્ષોમાં ઇદ પહેલા બજારમાં તેજી આવતી હતી, પણ આ વર્ષે સુમસામ નજરે પડી છે. જેથી વેપારીઓને મુશ્‍કેલી પડી રહી છે. એક વેપારી બિલાદે આ વર્ષે માત્ર ૩૦ બકરીઓ વેંચી છે, જયારે પાછલા વર્ષોમાં આ સમયમાં તે ૧૫૦ બકરીઓ વેંચતો હતો.

દરમિયાન મટન ડીલરોએ અધિકારીઓ પ્રત્‍યે નિરાશા વ્‍યકત કરી છે. કેમકે અનેક વાહનો ઉઘમપુરઅ સાંબા રાજમાર્ગ પર ફસાયેલા છે. ગઇકાલ રાતથી વાહનો ફસાયેલા હોવા છતા કોઇવાત સાંભળવામાં આવતી નથી અને આગળ વધવાની અનુભવી પણ અપાતી નથી.કાશ્‍મીર જથ્‍થાબંધ મટન ડીલર્સ એસો સીએશનના મહાસચીવ ગનઇ એ જણાવેલ કે પશુઓથી લદાયેલા લગભગ ૧૫૦ ટ્રકો અટવાયેલા પડયા છે અને તંત્ર પાસે મદદની ગુહાર લગાવે છે પણ તેને નજરઅંદાજ કરાઇ રહી છે. ગરમીથી લાખો રૂપીયાના પશુઘનના મોત થયા છે

(2:25 PM IST)