<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

આતંકી હુમલામાં પાંચ જવાન અને એક એસપીઓ ઘાયલ

જમ્‍મુ : આંતકીયઓએ ડોડા જિલ્લામાં મોડી રાત્રે હુમલો કર્યો હતો. આતંકીઓ દ્વારા ગોળીઓ વરસાવામાં આવતા સેનાના જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્‍યો હતો. આ હુમલામાં પાંચ જવાન અને એક એસપીઓ (સ્‍પેશિયલ પોલીસ ઓફિસર) ઘાયલ થયા હતા. છત્રગલા ટોપનો આ વિસ્‍તાર કઠુઆ જિલ્લા અને ડોડા જિલ્લાની સીમા નજીક છે

પોલીસના જણાવ્‍યા અનુસાર કઠુઆ ભદ્રવાહની બોર્ડર નજીક મોડી રાત્રે આંતકીઓએ સેના અને પોલીસના જવાનો ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. સુરક્ષા દળોએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. સમગ્ર વિસ્‍તારમાં ઘેરાબંધી કરવામાં આવી હતી.

(3:31 PM IST)