<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

આતંકવાદી હુમલાઓથી ડોડા અને ભદ્રવાહ જીલ્લામાં પણ દહેશત

શાળાઓને પિકનીકનું આયોજન નહીં કરવા શિક્ષણાધીકારીનો આદેશ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુઃ ભદ્રવાહ અને ડોડાના ગંડોહ વિસ્‍તારમાં માત્ર ૨૪ કલાકમાં બે ગોળીબાર ઘટનાઓ પછી આ બન્ને જીલ્લાઓમાં ભયનું વાતાવરણ છે. આ બે ઘટનાઓમાં પાંચ સૈનિકો અને બે પોલીસ કર્મીઓ સહિત ૭ લોકો ઘાયલ થયા હતા. સતત બનેલી આ ઘટનાઓએ શિક્ષણ વિભાગજે શૈક્ષણિક સંસ્‍થાઓને મોૈખીક સુચના આપવા મજબુર  કર્યા છે કે તેઓ કોઇપણ પ્રકારની સહેલગારના કરે અથવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યના સમય દરમ્‍યાન શાળાની બહાર જવાની પરવાનગી ના આપે કેટલાક પર્યટકો પર ઉભરી રહેલા પર્યટન સ્‍થળ ભદ્રવાહને છોડી રહયા છે. જયાં છેલ્લા કેટલાક મહીનાઓમાં હજારો પર્યટકો આવી ચુકયા છે.

સુત્રોએ જણાવ્‍યું કે ચતરગલામાં કાલે રાત્રે ગોળીબાર પછી ડોડાના મુખ્‍ય શિક્ષણધિકારીએ આજે સવારે પ્રિન્‍સીપાલો અને શિક્ષણ સંસ્‍થાઓના વડાઓને મોૈખિક આદેશ આપીને તેનું અક્ષરશઃ પાલન કરવા કહયું છે. શાળાઓને નવા આદેશ સુધી કોઇપણ પ્રકારની પિકનીકનું આયોજન નહીં કરવાનું કહેવામાં આવ્‍યું છે.

મંગળવારની રાત્રે કેટલાક આ તંકવાદીઓએ ભદ્રવાહ-બની રોડ પર ચતરગલમાં સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો જેમા઼ પાંચ જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. સુરક્ષાના કારણોસર રોડ પર બધા પ્રકારના વાહનોની અવરજવર રોકી દેવાઇ હતી અને લોકોને ભદ્રવાહના ઉપરના વિસ્‍તારોમાં કોઇ પણ પ્રકારની મુસાફરી ના કરવાની સલાહ અપાઇ છે.

(3:35 PM IST)