તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
કાશ્મીરમાં બકરી ઇદ પર બકરીના વેચાણમાં મંદી
અમુક લોકોને તો બોણી પણ નથી થઇ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ : કયારેક બલી માટે ભીડભાડ વાળુ રહેતું શ્રીનગરનું બજાર ઇદગાહ અત્યારે સૂમસાન દેખાઇ રહ્યું છે, કેટલાક વેપારીઓએ તો હજુ સુધી બલિનું કોઇ જાનવર નથી વેચ્યું, ઇદ-ઉલ-અજહાને હવે થોડા દિવસ જ બાકી છે ત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે.
શ્રીનગરની સૌથી મોટી બજારના વેપારીઓએ આ વર્ષે વેચાણમાં ઘટાડો થવાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ગત વર્ષોમાં ઇદ પહેલાના દિવસોમાં બજારમાં તેજી આવતી હતી પણ આ વર્ષે તે સૂમસાન જોવા મળે છે. તેના કારણે તેમને બહુ મુશ્કેલીઓ થઇ રહી છે.
બટભાલૂના બિલાહ ભટ ભનઇ, જે લગભગ ૧૦ વર્ષથી બકરાના વેપાર સાથે જોડાયેલ છે. તેમને આ વર્ષે વેચાણમાં બહુ ઘટાડો દેખાઇ રહ્યો છે. તેમણે આ સમય દરમ્યાન માત્ર ૩૦ બકરીઓ વેચી છે, જયારે ગત વર્ષોમાં તેઓ આ જ સમય દરમ્યાન ૧પ૦ બકરીઓ વેચતા હતાં. ગનઇએ જણાવ્યું કે મેં આ બકરીઓ પણ બહુ ઓછા નફામાં વેચી છે કેમ કે લોકો પાસે પહેલા જેવી ખરીદી કરવાની ક્ષમતા નથી રહી.
બડગામ નિવાસી અબ્દૂલ રશીદ પહેલીવાર પોતાની બકરીઓ વેચવા શ્રીનગરની ઇદગાહ બજારમાં આવ્યો છે. પણ હજુ સુધી તેને એક પણ ગ્રાહક નથી મળ્યો. કોકરનાગના એક વિક્રેતાએ જણાવ્યું કે તે એક અઠવાડીયાથી શ્રીનગરમાં છે પણ કમનસીબે તેનું એક પણ બલિનું પશુ હજુ સુધી વેચાયું નથી. તેણે કહયું કે લોકો બકરના ભાવ બાબતે પણ નથી પુછતા. આ વ્યવસાય તેની આવકનો એક માત્રસ્ત્રોત છે પણ આ વખતે તે લગભગ ખતમ થઇ ગયો છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
