તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
તરસ લાગે ત્યારે કોલ્ડ ડ્રિંડ, ભૂખ લાગે ત્યારે કાજુ-બદામ ખાય છે આ બકરો
લોકો લાખોની કિંમતના બકરા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે

આગરા તા. ૨૩ : ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ૧૭ જૂને દેશભરમાં ઉજવવામાં આવશે. જેના માટે આગ્રાની બકરા મંડીને ખાસ સજાવવામાં આવી છે. આ માર્કેટમાં ૧૦ હજારથી લઇને ૧.૫૫ લાખ રૂપિયા સુધીના બકરાં મળી રહ્યા છે. ત્યારે લોકો લાખોની કિંમતના બકરા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે.
દર વર્ષે ઈદ-ઉલ-અઝહાના તહેવાર પહેલા સદર ભટ્ટીમાં બકરા બજારનું આયોજન કરવામાં આવે છે. આગ્રા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો આ બજારમાં બકરા વેચવા અને લેવા માટે આવે છે. અહીં દર વર્ષે બકરી ઈદના તહેવાર પર લાખો રૂપિયાના બકરાની ખરીદી કરવામાં આવે છે. આ વખતે બજારમાં સૌથી મોંઘા બકરાની કિંમત ૧.૫૫ લાખ રૂપિયા છે. બે બકરાની જોડીની કિંમત ૨.૫૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે. લાખોની કિંમતના આ બકરાને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે, તો કેટલાક લોકો બજારમાં જ બકરાં સાથે સેલ્ફી લેતા જોવા મળે છે.
જો કે, બકરો વેચનાર સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે, આ બકરી તેઓએ પાળી છે. આ બકરીને તરસ લાગે ત્યારે ઠંડા પીણાં પીવે છે અને જયારે ભૂખ લાગે છે ત્યારે પસંદ કરેલું ભોજન ઉપરાંત ફળો, કાજુ અને બદામ ખાય છે. આ જ કારણ છે કે બકરો જાડો છે અને તેની કિંમત લાખોમાં છે.
આ બજારમાં આવેલા લોકોએ જણાવ્યુ કે, આ વર્ષે બકરા ઘણાં મોંઘા છે. બકરા કેટલાય મોંઘા કેમ ન હોય પરંતુ અલ્લાહ માટે અમે કુરબાની જરૂર આપીશું. જોકે, આ બજારમાં ભારે ભીડ જોઇને સ્થાનિક પોલીસ પણ એલર્ટ મોડ પર છે. થાના મંટોલા પોલીસ દ્વારા બકરા મંડીના પોલીસકર્મીઓ નજર રાખી રહ્યા છે. આ સાથે કોઇ તણાવ ન થાય તે માટે સીસીટીવી ફૂટેજ પર પણ નજર રાખી રહ્યા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
