<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

પેમા ખાંડુ ફરી એકવાર અરૂણાચલના સીએમ બન્‍યા

ચૌના મે નાયબ મુખ્‍યમંત્રી બન્‍યા : શાહ પણ હાજર રહ્યા

નવી દિલ્‍હી તા. ૧૩ : વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અને પક્ષના અધ્‍યક્ષ જેપી નડ્ડાની પ્રશંસા કરતા, પેમા ખાંડુએ ભાજપમાં વિશ્વાસ વ્‍યક્‍ત કરવા અને સતત ત્રીજી વખત સત્તામાં લાવવા માટે રાજયના લોકોનો આભાર માન્‍યો.

બીજેપી નેતા પેમા ખાંડુએ ફરી એકવાર અરૂણાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા. તે જ સમયે, ચૌના મેં રાજયના નાયબ મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા. ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્‍ય મંત્રી જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. એક દિવસ પહેલા, ખાંડુને સર્વસંમતિથી બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્‍યા હતા.

કેન્‍દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ ઇટાનગર પહોંચ્‍યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવી અને ધારાસભ્‍ય દળના નેતાની પસંદગી કરી. સાંજે, ખાંડુ ચુગ અને ઘણા ધારાસભ્‍યો સાથે રાજયપાલ લેફટનન્‍ટ જનરલ (નિવૃત્ત) કેટી પરનાઈકને મળવા રાજભવન પહોંચ્‍યા. આ દરમિયાન તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજયપાલે ખાંડુ અને તેમના મંત્રીઓને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્‍યું હતું. ચુગે રાજભવનમાં મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે બીજેપી પ્રદેશ અધ્‍યક્ષ બ્‍યુરામ વાઘે મુખ્‍યમંત્રી તરીકે ખાંડુના નામનો પ્રસ્‍તાવ મૂક્‍યો હતો. પાર્ટીના તમામ ૪૬ ધારાસભ્‍યોએ તેને સમર્થન આપ્‍યું હતું.

વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અને પક્ષના અધ્‍યક્ષ જેપી નડ્ડાની પ્રશંસા કરતા ખાંડુએ રાજયના લોકોનો ભાજપમાં વિશ્વાસ વ્‍યક્‍ત કરવા અને તેને સતત ત્રીજી વખત સત્તામાં લાવવા બદલ આભાર માન્‍યો હતો.

પેમા ખાંડુનો જન્‍મ ૨૧ ઓગસ્‍ટ ૧૯૭૯ના રોજ તવાંગમાં થયો હતો. ચીનની સરહદે આવેલા તવાંગ જિલ્લાના ગ્‍યાંગખાર ગામના વતની પેમા ખાંડુ મોનપા જનજાતિમાંથી આવે છે. તેણે બોમ્‍બા, તવાંગની સરકારી માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કર્યો. આ પછી, વર્ષ ૨૦૦૦ માં, તેમણે દિલ્‍હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્‍સની ડિગ્રી મેળવી. ઉચ્‍ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો.

(4:09 PM IST)