News of Thursday, 13th June 2024
મૃતકોના પરિવારોને આરોપીઓના ગજવામાંથી વળતર ચુકવાયઃ મોટા મગરમચ્છો છટકી ગયાઃ નાના કર્મચારીઓનો વારો : હાઇકોર્ટ
રાજકોટના હૈયુ હચમચાવતા અગ્નિકાંડ કેસ :ગુજરાત હાઇકોર્ટમાં થઇ સુનાવણીઃ તપાસમાં ઢીલ થતી હોવાની અરજદારની રજુઆત : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણી, HCએ કહ્યું-મ્યુનિ. કમિશનર એમ કહી ના શકે કે તેઓ કશું જાણતા નહોતા, ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ થવી જોઇએ

અમદાવાદ તા. ૧૩: નિર્દોષ એવા ૨૭ લોકોને ભરખી જનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મુદ્દે આજે બપોર બાદ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. હાઇકોર્ટ સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી કરી રહી છે. ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ રહી છે. જુદી જુદી મહાનગર પાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, GHAA પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા છે.
પહેલીવાર ૨૭ મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ૨૬ મે, ૨૦૨૪ના રોજ રાજકોટ વ્ય્ભ્ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો.
ત્યારે ૨૭ મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીઓની ઝાટકણી કાઢી હતી.
હાઇકોર્ટે કહ્યું કે-ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવ્યા બાદ તેને સમયાંતરે રિન્યુ કરવાના રહે છે.રાજકોટ ગેમ ઝોનને કોઈ પરમિશન નહોતી મળી.નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે, આગની સમસ્યા બહુ બહોળી અને ગંભીર સમસ્યા છે. તેમજ ભૂતકાળમાં દેશમાં બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા.
આ ઉપરાંત હાઇકોર્ટએ કહ્યું કે-હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડિંગ વગેરે સ્થળોએ નિયમો મુજબ ફાયર અવરોધક વ્યવસ્થા જરૂરી.હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડિંગ વગેરે સ્થળોએ નિયમો મુજબ ફાયર અવરોધક વ્યવસ્થા જરૂરી.ઓથોરિટીએ સમયાંતરે સર-ાઈઝ તપાસ કરવી પડે. ગ્શ્ પરમિશન વગર ઇલેટ્રીક જોડાણ આપવું જોઈએ નહીં.
૨૦૨૦માં શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના બાદ ફાઈલ કરાયેલ ભ્ત્ન્માં અરજદાર એડવોકેટ અમિત પંચાલ બિલ્ડિંગને લગતા નિયમો કોર્ટમાં રજુ કરી રહ્યા છે. BU પરમિશન ના હોય કે તેના નિયમોનું પાલન ના થતું હોય તેના સામે કોઈ પગલાં લેવાતા નથી.
એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, કોર્ટના નિર્દેશોનું પાલન ના થતાં આ ઘટના બની, નિયમોનું પાલન કરાયું નહીં. મળતકોના પરિવારને આરોપીઓના ગજવામાંથી વળતર ચૂકવાય. આ લખાય છે ત્યારે સુનાવણી ચાલુ છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
