<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

નરેન્‍દ્રભાઇ મોદી હવે જમ્‍મુ - કાશ્‍મીરમાં થયેલ આતંકી હુમલા સામે એકશનમાં

જમ્‍મુ કાશ્‍મીરમાં સુરક્ષા દળોની ટૂકડીઓ વધુ તૈનાત

નવી દિલ્‍હી, તા., ૧૩: કેન્‍દ્ર સરકારના સૂત્રોને ટાંકીને માહિતી પ્રાપ્ત થઈ છે કે પીએમએ અમિતભાઇ  શાહ સાથે વાત કરી અને સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરી. પીએમએ જમ્‍મુ અને કાશ્‍મીરના એલજી મનોજ સિન્‍હા સાથે પણ વાત કરી અને જમ્‍મુ અને કાશ્‍મીરની સ્‍થિતિની સમીક્ષા કરી. પીએમને સ્‍થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૯૧ કઠુઆમાં આતંકવાદી અથડામણમાં જવાન શહીદ જમ્‍મુના કઠુઆમાં આતંકવાદી અથડામણમાં શહીદ થયેલા કવીર ઉઇકેના પાર્થિવ દેહને આજે સવારે ૧૨ વાગ્‍યે પુલપુલદોહ લાવવામાં આવ્‍યો હતો. પત્‍નીએ મળતદેહ જોતાની સાથે જ. તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પરિવારના તમામ સભ્‍યોની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા તમને જણાવી દઈએ કે મંગળવારે કઠુઆના ગંગાનગરમાં આતંકવાદીઓએ ઘ્‍ય્‍ભ્‍જ્‍ ચોકી પર હુમલો કર્યો હતો. આ પોસ્‍ટ પર તૈનાત જવાનો અને આતંકીઓ વચ્‍ચે અથડામણ થઈ હતી જેમાં પોસ્‍ટ પર તહેનાત કવિર ઉઇકેને છાતીમાં ગોળી વાગતા ઇજા થઇ હતી. તેને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું, તે પોતાની પાછળ તેની માતા, ભાઈ અને પત્‍નીને છોડી ગયો છે. બે બહેનો પરિ છે. છે . જવાન કવિર દાસ ઉઇકેના પરિવારને તેની ઇજા અંગે જાણ કરવામાં આવી હતી. ઘરના તમામ સભ્‍યો તેમના સ્‍વાસ્‍થ્‍યની કામના કરી રહ્યા હતા બુધવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્‍યું હતું. આ સમાચાર મળતા જપરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શાહિદની પત્‍ની સ્‍વીકારવા તૈયાર નથી કે તેનો પતિ શહીદ થઈ ગયો છે. તે આઘાતમાં છે.(૪.૩૦)

 

(5:39 PM IST)