તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
નાગપુરના ધમનામાં વિસ્ફોટકોની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત; 5 ઘાયલ
ચામુંડી એક્સપ્લોસિવ્સ પ્રાઈવેટ લિમિટેડમાં કામદારો વિસ્ફોટક સામગ્રી પેક કરતા હતા ત્યારે વીસ્સસ્ફોટ થયો : પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

નાગપુરના ધામનામાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોસિવ્સ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બપોરે 1 વાગ્યે થયો જ્યારે કામદારો વિસ્ફોટક સામગ્રી પેક કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘટનાની વિગતો હજુ સુધી મળી શકી નથી.
એનસીપી-એસસીપી નેતા અનિલ દેશમુખે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે બની હતી, જેમાં લગભગ પાંચ કાર્યકરો માર્યા ગયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. બનાવ બનતા જ માલિક અને મેનેજર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટક વિભાગની એક ટીમ અહીં છે અને વધુ તપાસ ચાલી રહી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
