News of Friday, 14th June 2024
ભારતમાં પુરૂષને ૧૦૦ રૂપિયા મળે છે એની સામેસ્ત્રીને ૪૦ રૂપિયા
ગયા વર્ષની સરખામણીએ ભારત આ રેન્કમાં બે રેન્ક ગગડ્યું છે

નવી દિલ્હી,તા. ૧૪: વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર-ગેપ ઇન્ડેક્સ ૨૦૨૪માં ભારતનો નંબર છેક ૧૨૯મો છે, જયારે આઇસલેન્ડ આ ઇન્ડેક્સમાં સૌથી ઓછા જેન્ડર-ગેપ સાથે પહેલા ક્રમે છે. ગયા વર્ષની સરખામણીએ ભારત આ રેન્કમાં બે રેન્ક ગગડ્યું છે. ૧૪૬ દેશોની આ યાદીમાં સૌથી છેલ્લા નંબરે સુદાન છે જયાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના પે-સ્કેલમાં સૌથી મોટો તફાવત છે. છેલ્લેથી બીજા નંબરે પાકિસ્તાનનો નંબર છે. સાઉથ એશિયન દેશોની વાત કરીએ તો એમાં પણ ભારતનો ક્રમ પાંચમો છે. સાઉથ એશિયામાં બંગલાદેશ, નેપાલ, શ્રીલંકા અને ભુતાન પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં જે કામ માટે પુરુષને ૧૦૦ રૂપિયા મળે છે એ કામના સ્ત્રીઓને ૪૦ રૂપિયા મળે છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
