News of Friday, 14th June 2024
NDAના સાંસદો આપી શકે મોટો ઝટકો :ભાજપ સાથે છેડો ફાડશે સાંસદો : ટીએમસી નેતાના દાવાથી મોટો ખળભળાટ
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ કહ્યું કે ભાજપના ત્રણ સાંસદ ટૂંક સમયમાં પક્ષ બદલી શકે :પીએમ મોદી વધુ સમય સુધી વડાપ્રધાન રહેવાના નથી

નવી દિલ્હી :આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે. જોકે એનડીએ ભાજપના નેતૃત્વમાં બહુમતી હાંસલ કરી છે. NDAએ પણ સતત ત્રીજી વખત પોતાની સરકાર બનાવી છે. મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બન્યા છે.
આ વખતે ભાજપને સરકાર બનાવવા માટે TDP-JDU જેવા ભાગીદારો પર નિર્ભર રહેવું પડશે. જે રાજ્યોમાં બીજેપીનું પ્રદર્શન સારું રહ્યું નથી, ત્યાં તેના કેટલાક સાંસદોના પક્ષ બદલવાને કારણે પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે ભાજપના ત્રણ સાંસદો પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે .
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે ભાજપના ત્રણ સાંસદ ટૂંક સમયમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું, 'જો બીજેપીના ત્રણ સાંસદો પક્ષ બદલે છે, તો તેમની પાસે માત્ર 237 સાંસદો જ બચશે જ્યારે INDIA ગઠબંધનની સંખ્યા 237થી 240 થઈ જશે. મોદીની આ અસ્થિર સરકાર લાંબો સમય ટકવાની નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કટ્ટર મુકાબલો હતો. ત્યારે તૃણમૂલ કોંગ્રેસે 22 સીટો જીતી હતી. ભાજપ 16 બેઠકો જીતીને 18 પર પહોંચી ગયું છે. ભાજપે 2024માં બંગાળમાંથી 35 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ તેને અહીં નુકસાન સહન કરવું પડ્યું. બંગાળમાં ભાજપે 12 બેઠકો જીતી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે વધુ 7 બેઠકો જીતીને 29 પર પહોંચી ગઈ છે. આ વખતે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અર્જુન સિંહ, રેખા પાત્રા જેવા ભાજપના ઘણા મોટા નેતાઓને પણ બંગાળમાં હારનો સામનો કરવો પડ્યો છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
