News of Friday, 14th June 2024
જૈન આચાર્યશ્રી લોકેશ મુનિએ ન્યુ જર્સીમાં વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપનાની જાહેરાત કરી:
વિશ્વમાં ક્યાંય પણ સંઘર્ષને ઉકેલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે: વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન અપાશે

જૈન આચાર્યશ્રી લોકેશ મુનિ શાંતિ યાત્રા દરમ્યાન અમેરિકામાં હતા. એમણે જણાવ્યું હતું કે, "આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના છે, જે વિશ્વમાં ક્યાંય પણ સંઘર્ષને ઉકેલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે."
તેમણે ન્યુ જર્સી, યુનાઇટેડ સ્ટેટ્સ માં વર્લ્ડ પીસ સેન્ટર સ્થાપવાની યોજનાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં આ વર્ષના અંતમાં ખુલનાર પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર પછી આ પ્રકારનું બીજું કેન્દ્ર ન્યુ જર્સીમા હશે. આચાર્ય મુનિ ની 'અહિંસા વિશ્વ ભારતી' સંસ્થા દ્વારા સ્થપાયેલ આ કેન્દ્રનો ઉદ્દેશ્ય વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. એ સાથે શાંતિની સ્થાપના માટે શિક્ષણ અને તાલીમ દ્વારા વિવાદો નો ઉકેલ લાવવાનો ઉદ્દેશ્ય છે.
તેમણે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંઘર્ષ જેવા વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો તરફ ઈશારો કરીને આવા કેન્દ્રની જરૂરિયાત સમજાવી.
વધુમાં તેઓ એવું સ્પષ્ટપણે માને છે કે અહિંસા એ કાયરનો માર્ગ નથી. શાંતિ સ્થાપનાની વાત અહિંસક રીતે પરંતુ નિર્ભીકતા પૂર્વક કરેલ પ્રયાસથી જ સફળ થાય છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
