News of Friday, 14th June 2024
૩૪ વર્ષથી સ્વઘરે પાછા ફરવાની પ્રાર્થના ક્ષીર ભવાની મેળામાં કરી રહયા છે કાશ્મીરી પંડીતો
જયેષ્ઠા અષ્ટમી ઉપર રાગન્યાના મંદિરમાં ભેગા થઇ ક્ષીરભવાનીને શ્રધ્ધાપુર્વક પુજા-અર્ચના કરે છે સેંકડો વિસ્થાપીત પંડીતો

જમ્મુ, તા., ૧૪: લગભગ ૩૪ વર્ષોથી કાશ્મીર પાછા ફરવાની પ્રાર્થના વિસ્થાપીત કાશ્મીરી પંડીતો ક્ષીરભવાનીના મેળામાં માતા સમક્ષ પુજા-અર્ચના કરી રહયા છે. પરંતુ તેમની પ્રાર્થના હજુ સુધી સ્વીકાર થતી નથી. સેંકડો કાશ્મીરી પડ઼ીતોએ આજે પણ જયેષ્ઠા અષ્ટમી ઉપર તુલમુલા સ્થિત માં રાગન્યા મંદિરમાં એકઠા થઇ ક્ષીરભવાનીને શ્રધ્ધાપુર્વક ફુલ ચડાવ્યા હતા. આવી જ રીતે પંડીતોએ જમ્મુમાં બનાવાયેલા ક્ષીર ભવાની મંદીરમાં પણ પોતાની હાજરી લગાવી હતી. પંડીતોએ એક વખત ફરી કાશ્મીર વાપસી થાય તે માટે માતા સમક્ષ マદયપુર્વક પ્રાર્થના કરી હતી. જયારથી કાશ્મીરમાંથી પંડીતો પલાયન થયા ત્યારથી દર વર્ષે આસ્થાપુર્વક પંડીતો મેળામાં ઉમટે છે અને માતારાની સમક્ષ આવી જ પ્રાર્થના કરે છે.
આ મોકે જમ્મુ સહિત દેશના બીજા રાજયોમાંથી રાધેન્યા મંદીરના દરબારમાં હાજરી દેવા પહોંચતા કાશ્મીરી હિન્દુઓનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદીરના મુખ્ય દ્વાર ઉપર સ્વાગત માટે પહોંચેલા સ્થાનીક મુસ્લીમોએ કાશ્મીરી હિન્દુઓ અને પંડીતોને પોતાના જીવનનો ભાગ ગણાવ્યા હતા. દુર્ભાગ્યથી કટ્ટરવાદ-આતંકવાદ એ જ્ઞાતિ-જાતી વચ્ચે પેદા કરેલી ખાઇને કારણે તેમના સપના અધુરા રહયા છે. આ તકે તેમણે જણાવેલ કે, માત્ર કાશ્મીરમાં શાંતિ બની રહે તે માટે પ્રશાસન ઉપર ભરોસો કરવાના બદલે આપણે કાશ્મીરમાં આપસી ભાઇચારો મજબુત કરવા માટે પણ પોતાનું યોગદાન આપવું પડશે.જયેષ્ઠા અષ્ટમીના દિવસે કાશ્મીરના તુલમુલા અને મજગાંવમાં ક્ષીરભવાની મેળામાં માં રાગન્યાની શ્રધ્ધાપુર્વક પૂજા-અર્ચના કરવા માટે પાંચ હજાર કાશ્મીરી પંડીતો જમ્મુથી રવાના થયા હતા. છેલ્લી ઘડીએ કેટલાક કાશ્મીરી પંડીત પરીવારોએ બીકના કારણે પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો. આ વખતની મેળાની ખાસ વાત એ હતી કે કાશ્મીરી પંડીતોએ પોતાની કાશ્મીર પરત ફરવાની લાગણી સ્થાનીક મુસ્લીમો સમક્ષ પણ વર્ણવી હતી. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ઝડપી કાશ્મીર પાછા આવી શકશે. પુનામાં રહેવાવાળા કાશ્મીરી પંડીત બી.એલ.રૈનાએ કહયું કે તેમને કાશ્મીરની ખુબ યાદ સતાવે છે. હવે તેઓ પાછા ફરવા માટે ખતરો લેવા પણ તૈયાર છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
